દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો આ વચ્ચે કેન્દ્ર સરકાર કોરોના સામેની મહામારી સામે લડવા માટે સજ્જ છે. દેશમાં કોરોનાને સંપૂર્ણ રીતે હરાવવા માટે સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવતા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ કોરોના વેક્સિન કોવોવેક્સ અને કોર્બેવેક્સ અને એન્ટિ-વાયરલ દવા મોલનુપીરવીરના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આ માહિતી આપી છે.
Congratulations India 🇮🇳
Further strengthening the fight against COVID-19, CDSCO, @MoHFW_INDIA has given 3 approvals in a single day for:
– CORBEVAX vaccine
– COVOVAX vaccine
– Anti-viral drug MolnupiravirFor restricted use in emergency situation. (1/5)
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 28, 2021
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે કે, Corbevax ભારતમાં બનેલી પ્રથમ ‘RBD પ્રોટીન સબ-યુનિટ વેક્સિન’ છે. તેને હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજિકલ-ઇ (Biological-E) દ્વારા બનાવવામાં આવી છે. મનસુખ માંડવીયાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે , ‘તે હેટ્રિક છે! હવે તે ભારતમાં વિકસિત ત્રીજી રસી બની ગઈ છે.’ નેનોપાર્ટિકલ વેક્સિન (Nanoparticle Vaccine) કોવોવેક્સ પુણે સ્થિત કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં (Serum Institute of India) બનાવવામાં આવશે.
મોલનુપીરાવીરનું ઉત્પાદન દેશમાં જ થશે
આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, એન્ટી વાઈરલ દવા મોલનુપીરાવીર હવે દેશની 13 કંપનીમાં બનાવવામાં આવશે. જે કોરોનાના પુખ્ત દર્દીઓને ઈમરજન્સીની સ્થિતિમાં સારવાર માટે આપવામાં આવશે. આ દવા ફક્ત તે લોકોને જ ઉપલબ્ધ થશે જેમને રોગ થવાનું જોખમ વધારે હશે.
આ દવા કોરોના સામે ખૂબ અસરકારક માનવામાં આવે છે. સંશોધન દર્શાવે છે કે જે દર્દીઓને મોલનુપીરાવીર દવા આપવામાં આવી હતી તેઓને 14 દિવસના નિરીક્ષણ દરમિયાન પ્રમાણભૂત સંભાળ મેળવનારા દર્દીઓની સરખામણીમાં હોસ્પિટલમાં દાખલ થવાની ખૂબ જ ઓછી જરૂરિયાત હતી.
આ પણ વાંચો : Happy birthday Cezanne Khan : વિવાદોમાં રહ્યો હતો સીઝેન ખાન, એક પાકિસ્તાની મહિલાએ કર્યો હતો લગ્નનો દાવો
Published On - 11:34 am, Tue, 28 December 21