Coronavirus: આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કેરલ અને આસામની મુલાકાત લેશે

|

Aug 14, 2021 | 3:00 PM

સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમની આ કેરલ મુલાકાત દરમિયાન, કેન્દ્રીય મંત્રી માંડવિયા કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન(Pinarayi Vijayan)  ને પણ મળી શકે છે અને રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ (Health Minister Veena George) અને ત્યાં કોવિડ મેનેજમેન્ટ સાથે જોડાયેલાં અન્ય અધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે.

Coronavirus: આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કેરલ અને આસામની મુલાકાત લેશે
Health Minister Mansukh Mandaviya (File Image)

Follow us on

કેરળ (Kerala) માં કોવિડ -19 ની પરીસ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) 16 ઓગસ્ટના રોજ દક્ષિણના રાજ્યની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માંડવિયા 17 ઓગસ્ટના રોજ સમીક્ષા બેઠક યોજવા માટે આસામ(Assam) ના ગુવાહાટીમાં (Guwahati) પણ જઈ શકે છે.

દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે. ત્યારે કેરળ અને આસામમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ રાજ્યોમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા મુલાકાત લેવા જઈ રહ્યા છે. અને વધતાં કેસોને લઈને એક સમીક્ષા બેઠક પણ યોજવાના છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમની આ કેરલ મુલાકાત દરમિયાન, કેન્દ્રીય મંત્રી માંડવિયા કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન(Pinarayi Vijayan) ને પણ મળી શકે છે. અને રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ (Health Minister Veena George) અને ત્યાં કોવિડ મેનેજમેન્ટ સાથે જોડાયેલાં અન્ય અધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કેરળમાં કોવિડના 20,452 નવા કેસ

માંડવિયાની સાથે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના ડાયરેક્ટર અને આરોગ્ય મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.

આ સાથે, તમને જણાવી દઈએ કે શુક્રવારે કેરળમાં કોરોના માટે 1,42,501 સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું, જેમાં 20,452 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 16,856 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.

કેરળમાં કોરોના સંક્રમણને કારણે 114 લોકોના મોત

કેરળમાં શુક્રવારે ટેસ્ટ પોઝિટિવિટી રેટ 14.35 ટકા રહ્યો હતો. અત્યાર સુધીમાં અહીં કુલ 2, 91,95,758 સેમ્પલની કોરોના તપાસ કરવામાં આવી છે. ત્યારે, 114 નોંધાયેલા મૃત્યુ પછી, રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક વધીને 18, 394 થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમિત કુલ કેસોની સંખ્યા હવે 3,62,090 છે.

આસામમાં કોરોનાના 763 નવા કેસ

આ સમય દરમિયાન, આસામમાં કોરોના (Corona Case In Assam) સંક્રમણના 763 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 5,78,733 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓના મોત બાદ અહીં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 5,471 થઈ ગઈ છે.

આ પણ વાંચો : Bank Holidays: આવતા અઠવાડિયે 4 દિવસ બેંક બંધ, ઝડપથી પતાવી લેજો બેંકને લગતા કામ, જુઓ ઓગસ્ટ મહિનાનું રજાનું આખુ લિસ્ટ

આ પણ વાંચો : Madhya Pradesh: ચૂંટણી પંચની વેબસાઈટ હેક કરીને 10 હજારથી વધુ નકલી મતદાર આઈડી કાર્ડ બનાવાયા, મધ્યપ્રદેશના 4 યુવકોની ધરપકડ

Next Article