હવે ખેડુતો બનશે ઉદ્યોગપતિ! ખેતીની સાથે શરૂ કરી શકશે વેપાર, કેન્દ્ર સરકાર કરશે મદદ

મોદી સરકારનું ફોકસ હવે ખેડુતો પર છે, તેમની આવક વધારવાથી લઈને બિઝનેસમેન બનાવવા સુધી. આ માટે દેશમાં 10 હજાર FPO ખોલવામાં આવી રહ્યા છે. FPO એટલે ખેડુત ઉત્પાદક સંગઠન અથવા ફાર્મર પ્રોડ્યૂસર્સ ઓર્ગેનાઈઝેશન, જે ખેડુતોનાં ગૃપથી બને છે તે રજીસ્ટર્ડ બોડી છે અને ખેડુતો તેના શેરધારક છે. આ પાક સહિત કૃષિ ઉત્પાદનો સંબંધિત ધંધાકિય ગતિવિધિઓને […]

હવે ખેડુતો બનશે ઉદ્યોગપતિ! ખેતીની સાથે શરૂ કરી શકશે વેપાર, કેન્દ્ર સરકાર કરશે મદદ
File Photo
| Updated on: Jul 15, 2020 | 12:12 PM

મોદી સરકારનું ફોકસ હવે ખેડુતો પર છે, તેમની આવક વધારવાથી લઈને બિઝનેસમેન બનાવવા સુધી. આ માટે દેશમાં 10 હજાર FPO ખોલવામાં આવી રહ્યા છે. FPO એટલે ખેડુત ઉત્પાદક સંગઠન અથવા ફાર્મર પ્રોડ્યૂસર્સ ઓર્ગેનાઈઝેશન, જે ખેડુતોનાં ગૃપથી બને છે તે રજીસ્ટર્ડ બોડી છે અને ખેડુતો તેના શેરધારક છે. આ પાક સહિત કૃષિ ઉત્પાદનો સંબંધિત ધંધાકિય ગતિવિધિઓને ચલાવે છે. આ સભ્યોનાં ફાયદા માટે કામ કરે છે.

સરકાર 2023-24 સુધી દેશમાં કુલ 10 હજાર FPOને બનાવવામાં આવશે. દરેક FPOને 5 વર્ષ માટે સરકારનું સમર્થન આપવામાં આવશે. આ કામમાં લગભગ 6,866 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આત્મનિર્ભર બનવા માટે સરકાર ખેડુતોને 15 લાખ રૂપિયાની એક સમયની લોન આપીને વ્યવસાય કરવાની તક આપશે. એક ગૃપમાં ઓછામાં ઓછા 11 ખેડુતો હશે. આ યોજનામાં નાના અને સિમાંત ખેડુતોને પ્રાથમિક્તા આપવામાં આવશે જેને લઈને તેમની ખેતીમાં સુધારો થવા સાથે તેમની આર્થિક સ્થિતિ પણ બહેતર બની જશે.

ખેડુત સંગઠનને રજીસ્ટ્રેશન પછી તેના કામને જોઈને સરકાર ત્રણ વર્ષમાં 15 લાખ રૂપિયાની મદદ કરશે, એટલે કે દર વર્ષે 5 લાખ રૂપિયા સુધી લોનનાં રૂપમાં મળશે. તેમાં મેદાન વિસ્તારનાં ખેડુતોની સંખ્યા 300 અને પહાડી ક્ષેત્ર વાળાઓ માટે 100 ખેડુતો હશે. નાબાર્ડ- NABARD ખેડુતોના પાકના હિસાબથી તેને ક્વોલિટી રેટીંગ આપશે જેનાથી ખેડુતોની પોતાની શાખ બજારમાં બનશે અને ખેડુતો પોતાનો પાક દેશભરમાં ગમે ત્યાં વેચી શકશે. આ સાથે જ સરકારે આ વર્ષે સાલનાં અંતભાગ સુધીમાં 2.5 કરોડ ખેડુતોનો કિસાન ક્રેડીટ કાર્ડ આપી શકે તે માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. ફેબ્રુઆરીમાં 95 લાખ અરજી મળી ચુકી છે જેમાંથી 75 લાખ પાસ કરી દેવામાં આવી છે. હાલનાં સમયમાં લગભગ 6.67 કરોડ સક્રિય કિસાન ક્રેડીટ કાર્ડ-KCC ખાતા છે.

KCC કો-ઓપરેટિવ અથવા તો બીજી બેંકથી બનાવી શકાય છે. તેનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે અધિકૃત વેબસાઈટ pmkisan.gov.in પર જવાનું રહેશે, વેબસાઈટમાં ડાઉનલોડ કિસાન ક્રેડિટ ફોર્મનું વિકલ્પ છે ત્યાંથી ફોર્મને પ્રિન્ટ કરીને નજદીકની બેંકમાં જઈને જમા કરાવી શકાશે. સરકારે આ કાર્ડની વેલિડિટી પાંચ વર્ષની રાખી છે.