Haryana Violence : નૂહમાં ફાટી નિકળેલી હિંસામાં 3ના મોત, 4 જિલ્લામાં 144 લાગુ, ગુરુગ્રામની શાળા-કોલેજ પણ બંધ

|

Aug 01, 2023 | 10:36 AM

ગુરુગ્રામ, ફરીદાબાદ, રેવાડી અને મેવાત જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ હિંસામાં 3 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. નૂહથી શરૂ થયેલી હિંસાની ગુરુગ્રામમાં પણ મોટી અસર પડી છે.

Haryana Violence : નૂહમાં ફાટી નિકળેલી હિંસામાં 3ના મોત, 4 જિલ્લામાં 144 લાગુ, ગુરુગ્રામની શાળા-કોલેજ પણ બંધ
Haryana Violence

Follow us on

હરિયાણાના નૂહ વિસ્તારમાં હિંસા ફાટી નીકળ્યા બાદ આસપાસના વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ગુરુગ્રામ, ફરીદાબાદ, રેવાડી અને મેવાત જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ હિંસામાં 3 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. નૂહથી શરૂ થયેલી હિંસાની ગુરુગ્રામમાં પણ મોટી અસર પડી છે, જ્યાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ સાથે ધારા 144 લાગુ કરવામાં આવી છે.

ગુરુ ગ્રામની શાળા કોલેજો બંધ, ધારા 144 લાગુ

ગુરુગ્રામમાં ઘણી ઓફિસો આવેલી છે ત્યારે રાજધાની દિલ્હી અને NCRમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં રોજની અવર જવર કરતા હોય છે. આ દરમિયાન જિલ્લામાં તણાવની સ્થિતિને કારણે લોકોમાં ભયનો માહોલ છે, આવી સ્થિતિમાં જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જો માત્ર ગુરુગ્રામની વાત કરીએ તો હિંસાને કારણે 1 ઓગસ્ટે જિલ્લાની શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે કે 1 ઓગસ્ટના રોજ તમામ સરકારી-ખાનગી કોલેજો બંધ રહેશે.

ગુરુગ્રામ-સોહના રોડ પર હિંસા

ગુરુગ્રામ-સોહના રોડ પર હિંસા ફાટી નીકળવાના કારણે પોલીસે દરેકને શાંતિ જાળવવાની અપીલ કરી છે. ગુરુગ્રામના ડીસીપી નીતિશ અગ્રવાલે ગત દિવસે નિવેદન આપ્યું હતું કે ગુરુગ્રામમાં પોલીસ તૈનાત છે અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની અફવામાં સામેલ ન થશો અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કંઈપણ શેર કરશો નહીં. ગુરુગ્રામની ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ કારણ વગર ઘરની બહાર ન નીકળે, કારણ કે ટ્રાફિકનું તણાવ ખૂબ વધારે છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

નૂહમાં કેમ ભડકી હિંસા ?

  •  એક સરઘસ પર પથ્થરમારો બાદ નૂહ વિસ્તારમાં ભારે હંગામો થયો હતો. આ હિંસામાં બે હોમગાર્ડ અને એક નાગરિકનું મોત થયું હતું, જ્યારે અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.
  • નૂહથી શરૂ થયેલો હોબાળો ફરીદાબાદ, ગુરુગ્રામ અને સોહના સુધી પહોંચ્યો હતો. રાજ્યના ચાર જિલ્લામાં પોલીસે કલમ 144 લાગુ કરી છે, લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
  • રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી વધારાના સુરક્ષા દળની માંગ કરી છે, શરૂઆતમાં લગભગ 20 RAF કંપનીઓ મોકલવામાં આવી રહી છે.
  • નુહમાં હિંસાને કારણે ઈન્ટરનેટ સેવાઓ બુધવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ફરીદાબાદ, મેવાત જિલ્લામાં પણ શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

    દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

     

Next Article