Haryana Lockdown : હરિયાણામાં કાલથી 7 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન, મંત્રીએ કરી જાહેરાત

કોરોનાની હાલની સ્થિતીને ધ્યાનમાં લઇને હરિયાણામાં 3 મે થી 7 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન લગાડવામાં આવ્યુ છે.

Haryana Lockdown : હરિયાણામાં કાલથી 7 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન, મંત્રીએ કરી જાહેરાત
ફાઇલ ફોટો
| Edited By: | Updated on: May 02, 2021 | 3:44 PM

Haryana Lockdown : કોરોનાની હાલની સ્થિતીને ધ્યાનમાં લઇને હરિયાણામાં 3 મે થી 7 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન લગાડવામાં આવ્યુ છે. લૉકડાઉનની જાહેરાત વિશે હરિયાણાના કેબિનેટ મંત્રી અનિલ વિજે ટ્વિટરના માધ્યમથી આપી માહિતી. હાલમાં હરિયાણામાં કોરોનાના કેસ વધી રહ્યા છે જેને કારણે સ્થિતીને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા લેવાયો નિર્ણય.

ગત રોજ હરિયાણા સરકાર દ્વારા કેટલાક જિલ્લામાં લૉકડાઉન અને પ્રતિબંધો લગાવવાની સાથે જાહેરાત કરવામાં આવી હતી કે કોઇ પણ ગર્ભવતી સ્ત્રી અને વિક્લાંગ વ્યક્તિને નોકરી પર બોલાવી નહી શકાય. જો તે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા હોય તો પણ નહીં. સાથે શુક્રવારે જ હરિયાણા સરકારે ગુરુગ્રામનો સમાવેશ એ જિલ્લાઓમાં કર્યો હતો જેમાં સોમવાર સુધી વિકેન્ડ કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો.

તમને જણાવી દઇએ કે હરિયાણાં સરકારે પહેલા જ પંચકુલા, ગુરુગ્રામ, ફરિદાબાદ સાથે અન્ય 6 જિલ્લાઓમાં વિકેન્ડ કર્ફ્યુ લગાવવામાં આવ્યુ હતુ અને હવે કોરાના સંક્રમણની ચેઇન તોડવા માટે 7 દિવસ સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

વિજે કહ્યુ હતુ કે લૉકડાઉન નહી લગાડાય

હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજે બે દિવસ પહેલા નિવેદન આપ્યુ હતુ કે, રાજ્યમાં વધતા 70 ટકાથી વધુ દર્દીઓ દિલ્હી અને આજુબાજુના રાજ્યોના છે. વિજે જણાવ્યું હતું કે તેમણે હરિયાણાના તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ અને એમબીબીએસના વરિષ્ઠ વર્ગના વિદ્યાર્થીઓને સહાય કરવાના આદેશો આપ્યા હતા. અને વિજે જણાવ્યું હતું કે રાજ્યમાં લોકડાઉન લાદવાની સરકારની કોઈ યોજના નથી. પરંતુ બે દિવસ પછી જ લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો.

સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે મેસેજ

સોશિયલ મીડિયામાં મેસેજ ફરી રહ્યા હતા કે પશ્ચિમ બંગાળ, અસ્સમ, તામિલનાડુ, પોંડુચેરી અને કેરળની ચૂંટણીના કારણે દેશમાં લડકડાઉન નથી લાગી રહ્યુ અને હવે જેવા જ ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે કે તરત જ લૉકડાઉનની જાહેરાત સામે આવી છે.

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેરના કારણે દેશમાં હાહાકાર મચી ગયો છે અને દેશમાં રોજના લાખો નવા કેસ નોંધાય રહ્યા છે. હોસ્પિટલમાં ઓક્સિજન અને બેડની અછત ઉભી થઇ રહી છે. જેને કારણે દેશના કેટલાક રાજ્યો તેમજ શહેરામાં લૉકડાઉન અથવા તો નાઇટ કર્ફ્યુની સ્થિતી છે તેવામાં હવે હરિયાણાથી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત આવી છે.