
સુપ્રીમ કોર્ટે હરેન પંડ્યા હત્યા કેસ મામલે 5 જુલાઈએ આપેલા આદેશની વિરૂદ્ધ દાખલ પુનર્વિચાર અરજીઓને રદ કરી દીધી છે. કોર્ટે આદેશમાં કહ્યું કે 2003માં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યાકાંડના એક આરોપીની સજાને બરકરાર રાખી હતી.
7 જુલાઈએ ગુજરાતના ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા મામલે સુપ્રીમ કોર્ટે 7 આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. આ અપીલને CBI અને ગુજરાત સરકારે દાખલ કરી હતી. હરેન પંડ્યા ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી રાજ્ય સરકારમાં ગૃહમંત્રી હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
26 માર્ચ 2003ના રોજ અમદાવાદમાં સવારે લૉ ગાર્ડનની નજીક ગોળી મારીને હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. CBI મુજબ રાજ્યમાં 2002ના રમખાણોનો બદલો લેવા માટે તેમની હત્યા કરવામાં આવી હતી. CBI અને રાજ્ય પોલીસે ગુજરાત હાઈકોર્ટના 29 ઓગસ્ટ 2011ના નિર્ણયને ખોટો બતાવીને અપીલ દાખલ કરવામાં આવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો