ASSAM : આસામના કરીમગંજમાં હેંગીંગ બ્રીજ તુટ્યો, 30 બાળકો નદીમાં પડ્યા, ત્રણ વર્ષ પહેલા તૈયાર થયો હતો બ્રીજ

|

Oct 05, 2021 | 6:17 PM

Hanging Bridge collapsed in Assam : ઘાયલ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું કે આ લટકતો પુલ માત્ર ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો.

ASSAM : આસામના કરીમગંજમાં હેંગીંગ બ્રીજ તુટ્યો,  30 બાળકો નદીમાં પડ્યા, ત્રણ વર્ષ પહેલા તૈયાર થયો હતો બ્રીજ
Hanging Bridge collapsed in Assam

Follow us on

ASSAM : આસામમાં હેંગીંગ બ્રીજ તૂટી પડતાં 30 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના આસામના કરીમગંજ જિલ્લાની છે, જ્યાં હેંગીંગ બ્રીજ તૂટી પડતાં 30 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ વિદ્યાર્થીઓ સ્કૂલથી ઘરે પરત ફરી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ ઘટના કરીમગંજ જિલ્લાના રતાબારી વિધાનસભા ક્ષેત્રના ચેરાગી વિસ્તારમાં સોમવારે બની હતી.

વિદ્યાર્થીઓ શાળામાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે હેંગીંગ બ્રીજ તૂટી પડ્યો હતો. આસામની સિંગલા નદી પર બનેલો આ હેંગીંગ બ્રીજ ચેરાગી વિસ્તારને ગામ સાથે જોડતો એકમાત્ર પુલ છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો આ હેંગીંગ બ્રીજ નો ઉપયોગ અન્ય સ્થળોએ પહોંચવા માટે કરે છે.

સોમવારે જ્યારે ચેરાગી વિદ્યાપીઠ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આ બ્રીજની મદદથી સિંગલા નદી પાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે હેંગીંગ બ્રીજ અચાનક તૂટી પડ્યો હતો. જેના કારણે બ્રીજ પરના વિદ્યાર્થીઓ નદીમાં પડી ગયા હતા. જોકે, સ્થળ પર પહોંચેલા આસપાસના લોકોએ વિદ્યાર્થીઓને સમયસર નદીમાંથી બહાર કા્યા હતા. આ ઘટનામાં 30 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

ઘાયલ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું કે આ હેંગીંગ બ્રીજ માત્ર ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો.

એક અઠવાડિયા પહેલા 3 બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા
એક સપ્તાહ પહેલા આસામની રાજધાની ગુવાહાટીના પાંડુ ઘાટ પાસે બ્રહ્મપુત્ર નદીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થયા હતા. તે સમય દરમિયાન પણ બાળકો ટ્યુશનથી પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન બાળકોએ નદીમાં તરવા માટે કૂદકો માર્યો હતો અને આ દરમિયાન તેઓ ડૂબી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા.

તેમની ઉંમર 14 થી 15 વર્ષની વચ્ચે હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય છોકરાઓના મૃતદેહ બાદમાં મળી આવ્યા હતા. આ કેસમાં પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, છોકરાઓએ નદીમાં ઉતરતા પહેલા ઘાટ પર તેમના મોબાઈલ ફોન સાથે તસવીરો અને વીડિયો લીધા હતા. તેઓએ ઘાટ પર તેમનો સામાન રાખ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટે વકીલને ખખડાવતા કહ્યું, “આ બગીચો નથી કે તમે મનફાવે ત્યારે આવો અને જાઓ”

આ પણ વાંચો : ઓખા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 36માંથી 24 બેઠકો પર ભાજપની જીત

Published On - 6:04 pm, Tue, 5 October 21

Next Article