હમાસના હુમલાની દિલ્હી પર અસર, ઈઝરાયેલ એમ્બેસી અને ચાબાડ હાઉસમાં વધારાઈ સુરક્ષા

|

Oct 10, 2023 | 11:44 AM

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધની અસર દિલ્હીમાં પણ જોવા મળી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી અને ચાંદની ચોકમાં ચાબડ હાઉસની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસને તૈનાત કરવાની સૂચના આપવામાં આવી છે. આ સૈનિકો ચારેબાજુ કડક તકેદારી રાખી રહ્યા છે.

હમાસના હુમલાની દિલ્હી પર અસર, ઈઝરાયેલ એમ્બેસી અને ચાબાડ હાઉસમાં વધારાઈ સુરક્ષા
Hamas attacks impact on Delhi

Follow us on

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ ભયંકર યુદ્ધ હવે વધુને વધુ ગંભીર બનતુ રહ્યું છે. આ યુદ્ધથી આખુ વિશ્વ હચમચી ઉઠ્યુ છે અને સમગ્ર વિશ્વને અસર કરી રહ્યું છે. તેને જોતા દિલ્હી પોલીસે ઈઝરાયલ એમ્બેસી અને ચાબાડ હાઉસની આસપાસ સુરક્ષા વધારી દીધી છે ઈઝરાયલ એમ્બેસી અને ચાબાડ હાઉસ પાસે કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે આ સાથે જપોલીસ કર્મચારીઓ ખૂણે-ખૂણે નજર રાખી રહ્યા છે.

દિલ્હીમાં સુરક્ષા વધારાઈ

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધની અસર દિલ્હીમાં પણ જોવા મળી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી અને ચાંદની ચોકમાં ચાબડ હાઉસની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસને તૈનાત કરવાની સૂચના આપવામાં આવી છે. આ સૈનિકો ચારેબાજુ કડક તકેદારી રાખી રહ્યા છે કે જેથી કરીને કોઈપણ પ્રકારની ઘટનાને અટકાવી શકાય અને કોઈ અનિચ્છીય બનાવ ન બને. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બંને પક્ષે 1500 થી વધુ લોકોના મોત થયા હતા

હમાસએ ઈઝરાયેલ પર કરેલા અચાનક હુમલામાં અત્યાર સુધી અનેક ઈઝરાયેલના સૈનિકો અને લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝા પટ્ટી વિસ્તારમાં સેંકડો પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ ભીષણ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષોના 1500 થી વધુ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

‘ઈઝરાયેલ હિંમતભેર સામનો કરી રહ્યું છે’

ઈઝરાયેલમાં તબાહીના અનેક ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. જે ચોંકાવનારી છે. આતંકવાદીઓએ અનેક નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા હતા. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા આ યુદ્ધના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આઈડીએફના પ્રવક્તાના જણાવ્યા અનુસાર હજારો હમાસ આતંકવાદીઓ ઈઝરાયેલના શહેરોમાં ઘૂસી ગયા હતા અને વિનાશ કર્યો હતો. જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ આ પડકારનો હિંમતપૂર્વક સામનો કરી રહ્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article