જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, વારાણસી કોર્ટે હિંદુ પક્ષની અરજી કરી મંજૂર

ફાસ્ટ ટ્રેક કોર્ટે જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. જયારે ફાસ્ટ ટ્રેક કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. આ પહેલા જિલ્લા કોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી હતી.

જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, વારાણસી કોર્ટે હિંદુ પક્ષની અરજી કરી મંજૂર
Gyanvapi case
Image Credit source: file photo
| Updated on: Nov 17, 2022 | 6:23 PM

જ્ઞાનવાપી કેસમાં આજે મોટા સમાચાર સામે આવ્યા છે. જ્ઞાનવાપી મસ્જિદ પર મુસ્લિમ પક્ષ અને હિન્દુ પક્ષ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં આજે નવો વળાંક આવ્યો છે. આજે જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ ટ્રેક કોર્ટે જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. જયારે ફાસ્ટ ટ્રેક કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. આ પહેલા જિલ્લા કોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી હતી.હવે તેના પણ સુનવણી 2 ડિસેમ્બરના રોજ થશે.

આ કેસમાં 15 ઓક્ટોબરના રોજ કોર્ટમાં બંને પક્ષની દલીલો પૂરી થઈ ગઈ હતી. જ્યારે આદેશ આજે કોર્ટ દ્વારા સંભાળવવામાં આવ્યો છે. આ કેસમાં હિન્દુ પક્ષ દ્વારા 3 માંગવાળી એક અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટ દ્વારા સુનવણી માટે યોગ્ય માનવામાં આવી છે.

આ ત્રણ માંગણીઓ સંદર્ભે અરજી દાખલ કરવામાં આવી હતી

  1. જ્ઞાનવાપી કેમ્પસમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ હોવો જોઈએ.
  2. સમગ્ર જ્ઞાનવાપી કેમ્પસ હિંદુઓને સોંપી દેવો જોઈએ
  3. જ્ઞાનવાપીમાં કહેવાતા શિવલિંગ મળ્યા બાદ ભગવાન આદિ વિશ્વેશ્વર સ્વયંભુ જ્યોતિર્લિંગની પૂજા તાત્કાલિક અસરથી શરૂ કરવી જોઈએ.

હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ અનુપમ દ્વિવેદીએ જણાવ્યું હતુ કે, જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસીની અદાલતે મસ્જિદ સમિતિ દ્વારા દાવોની જાળવણીને પડકારતી અરજીને ફગાવી દીધી છે. આ કેસની આગામી સુનાવણી 2 ડિસેમ્બરે થશે.આગામી તારીખે તાત્કાલીક પૂજા માટેની અરજી પર સુનાવણી હાથ ધરાશે. ગુરુવારે કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વ વૈદિક સનાતન સંઘે કોર્ટના આ આદેશને આવકાર્યો છે.

મુસ્લિમ પક્ષની દલીલ

અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ તરફથી મુસ્લિમ પક્ષ એટલે કે મુમતાઝ અહેમદ, તૌહીદ ખાન, રઈસ અહેમદ, મિરાજુદ્દીન ખાન અને એખલાક ખાને કોર્ટમાં સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે દાવો દેવતા તરફથી દાખલ કરવામાં આવે છે. બીજી તરફ જનતા સાથે જોડાયેલા લોકો પણ આ વિવાદમાં સામેલ છે.

આ દાવો કયા આધારે છે તેના પર કોઈ કાગળ દાખલ કરવામાં આવ્યો નથી અને કોઈ પુરાવા નથી. વાર્તા કોર્ટ ચલાવતી નથી, વાર્તા અને ઈતિહાસમાં ફરક છે. જે ઈતિહાસ છે તે લખાશે. કાનૂની દાખલાઓ દાખલ કરવા સાથે, એવું કહેવામાં આવ્યું હતું કે દાવો જાળવવા યોગ્ય નથી અને તેને બરતરફ કરવો જોઈએ.

 

Published On - 5:56 pm, Thu, 17 November 22