
અનામત સંઘર્ષ સમિતિના સંયોજક કર્નલ કિરોડી સિંહ બૈંસલના નેતૃત્વમાં ગુર્જરોએ સવાઈમાધોપુરના મલારના તથા નીમોદા રેલવે સ્ટેશન વચ્ચે દિલ્હી-મુંબઈ રેલવે ટ્રૅક પર પડાવ નાખી દીધો છે. આ ટ્રૅક પર 3 હજાર જેટલા આંદોલનકારીઓ તાપણુ જલાવીને બેસી ગયા છે. તેનાથી દિલ્હી-મુંબઈ ટ્રૅક પર ટ્રેન વ્યવહારને માઠી અસર થઈ છે.
રેલવે ટ્રૅક પર પડાવ નાખતા પહેલા ગઈકાલે મકસૂદનપુરાના દેવનારાયણ મંદિરમાં મહાપંચાયત થઈ. કર્નલ બૈંસલાએ સરકારને સાંજના 4 વાગ્યા સુધી જવાબ આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું, પરંતુ જવાબ ન મળતા ગઈકાલ સાંજે 5 વાગ્યાથી જ ગુર્જરોએ ટ્રૅક તરફ કૂચ કરી દીધી હતી અને 2 કિલોમીટર પગપાળા ચાલી મલારના તથા નીમોદા વચ્ચેના ટ્રૅક પર બેસી ગયા. કેટલાક લોકોએ પાટાઓ ઉખાડવાની કોશિશ પણ કરી.
હઝરત નિઝામુદ્દીન-ઉદયપુર મેવાડ એક્સપ્રેસ (અપ-ડાઉન બંને)
હઝરત નિઝામુદ્દીન-બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ (અપ-ડાઉન બંને)
કોટા-પનબરી જેસીઓ એક્સપ્રેસ
બાંદ્રા ટર્મિનસ-દહેરાદૂન સુપરફાસ્ટ
રાંચી-અજમેર
આસનસોલ-ભાવનગર ટર્મિનસ
મુંબઈ સેંટ્રલ-ફિરોઝપુર કૅંટ
નિઝામુદ્દીન-કોચીવેલી એક્સપ્રેસ
ફિરોઝપુર-મુંબઈ સેંટ્રલ જનતા એક્સપ્રેસ
મુંબઈ સેંટ્રલ-અમૃતસર સ્વર્ણ મંદિર મેલ
અમૃતસર-બાંદ્રા ટર્મિનસ સ્વર્ણ મંદિર મેલ
મથુરા-સવાઈમાધોપુર પૅસેંજર
નિઝામુદ્દાન-કોટા જનશતાબ્દી
રતલામ-મથુરા મેમૂ
રતલામ-આગરા ફોર્ટ
બૈંસલાનું કહેવું છે કે સરકાર ઘણી વખત અનામતના નામે દગો આપી ચુકી છે. હવે વિશ્વાસઘાત સહન નહીં કરીએ. વાર્તા માટે ટ્રૅક પર જ આવવું પડશે.
[yop_poll id=1232]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]