Gujarati NewsNationalGujarat cm vijay rupani perfroms yoga along with ahmedabad mayor bijal patel
5મા વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે એક નહીં પણ અનેક બાબા રામદેવે સ્ટેડિયમમાં યોગ કર્યા
વિશ્વમાં ઠેર ઠેર પાંચમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિમ ખાતે પતંજલિ યોગ સેન્ટરના શિક્ષકો બાબા રામદેવના પહેરવેશમાં યોગ કરતાં જોવા મળ્યાં. બાબા રામદેવના પહેરવેશમાં આવેલા આ શિક્ષકો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. શિક્ષકો વધુમાં વધુમાં લોકોને યોગમાં જોડાવા પ્રયત્નો કરી રહ્યાં છે. આ પણ વાંચોઃ ઝારખંડના રાંચીમાં PM મોદીની […]
વિશ્વમાં ઠેર ઠેર પાંચમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિમ ખાતે પતંજલિ યોગ સેન્ટરના શિક્ષકો બાબા રામદેવના પહેરવેશમાં યોગ કરતાં જોવા મળ્યાં. બાબા રામદેવના પહેરવેશમાં આવેલા આ શિક્ષકો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. શિક્ષકો વધુમાં વધુમાં લોકોને યોગમાં જોડાવા પ્રયત્નો કરી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યોગના વિવિધ આસનો કર્યા. તો અમદાવાદના મેયર બિજલ પટેલે પણ સીએમ સાથે યોગના વિવિધ યોગાસન કર્યા. આ પ્રસંગે સરદાર પટેલ સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. રાજ્યમાં વિવિધ સ્થળોએ દોઢ કરોડ લોકો સામૂહિક રીતે યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં.
નર્મદા જિલ્લામાં આવેલા વિશ્વના સૌથી વિરાટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સાંજે સંતો યોગ દિવસની ઉજવણીમાં જોડાશે. મુખ્યપ્રધાને યોગ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત યોગ બોર્ડ રચવાની જાહેરાત કરી. રાજ્યપાલ અને મુખ્યપ્રધાને યોગ વીરોનું સમ્માન પણ કર્યું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો