વિદેશ મંત્રાલયના આરોપી નિત્યાનંદ વિરૂદ્ધ કડક પગલાઃ નિત્યાનંદનનો પાસપોર્ટ કર્યો રદ

વિદેશ મંત્રાલયે આરોપી નિત્યાનંદ વિરૂદ્ધ કડક પગલા ભર્યા છે. નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરી, નવા પાસપોર્ટની અરજી પણ નકારી કાઢી છે. આ ઉપરાંત વિશ્વના દેશોને પણ નિત્યાનંદના ગુનાઓ અંગે જાણ કરી છે. આ પણ વાંચોઃ હૈદરાબાદ રેપકાંડ બાદ આરોપીઓના એન્કાઉન્ટર વિશે પોલીસ કમિશનરે જણાવી સમગ્ર ઘટના વિદેશ મંત્રાલયે હાલ નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરી નાખ્યો છે. ત્યારે […]

વિદેશ મંત્રાલયના આરોપી નિત્યાનંદ વિરૂદ્ધ કડક પગલાઃ નિત્યાનંદનનો પાસપોર્ટ કર્યો રદ
| Updated on: Dec 06, 2019 | 2:29 PM

વિદેશ મંત્રાલયે આરોપી નિત્યાનંદ વિરૂદ્ધ કડક પગલા ભર્યા છે. નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરી, નવા પાસપોર્ટની અરજી પણ નકારી કાઢી છે. આ ઉપરાંત વિશ્વના દેશોને પણ નિત્યાનંદના ગુનાઓ અંગે જાણ કરી છે.

આ પણ વાંચોઃ હૈદરાબાદ રેપકાંડ બાદ આરોપીઓના એન્કાઉન્ટર વિશે પોલીસ કમિશનરે જણાવી સમગ્ર ઘટના

વિદેશ મંત્રાલયે હાલ નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરી નાખ્યો છે. ત્યારે આ દિશામાાં નિત્યાનંદ વિરૂદ્ધ શું અસર થઈ શકે તેના પર એક નજર કરીએ તો, વર્ષ 2018માં પાસપોર્ટની સમય મર્યાદા પુરી થઈ ગયા બાદ, વર્તમાન સમયમાં પણ નકલી પાસપોર્ટ પર નિત્યાનંદ વિદેશમાં હોવાથી તેના વિરૂદ્ધ ગુનો દાખલ થઈ શકે છે. આ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ ઈન્ટરપોલની મદદ લઈ શકે છે. અને તપાસ એજન્સીઓ કેસ વધુ મજબૂત કરી શકે છે. ઈન્ટરપોલની મદદથી લૂક આઉટ નોટિસ પણ જાહેર કરી શકાય છે. વિદેશમાં નિત્યાનંદની ધરપકડ કરવા માટે ભારત સરકાર વિદેશની સંધી મુજબ રજૂઆત પણ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમદાવાદના વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ કર્ણાટક પહોંચી હતી. જે બાદ CID પાસેથી નિત્યાનંદના ક્રાઈમ રેકોર્ડ ઉપરાંત વિદેશ પ્રવાસ અને પાસપોર્ટ અંગેની વિગતો મેળવી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. નિત્યાનંદના પાસપોર્ટની સમય મર્યાદા વર્ષ 2018માં જ પૂર્ણ થઈ ગઈ હતી. જે બાદ તેને નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. જોકે ક્રાઈમ રેકોર્ડને આધારે પોલીસે NOC નિત્યાનંદને આપ્યું ન હતું. મહત્વનું છે કે નિત્યાનંદ વિરૂદ્ધ બેગ્લોરમાં બળાત્કારનો ગુનો નોંધાયો છે. અને લાંબા સમય સુધી તે જેલમાં પણ રહ્યો હતો. અને વર્ષ 2016માં તે ફરાર પણ થઈ ગયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો