Flight Suspended : જો તમે પણ વિદેશ જવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે છે ખરાબ સમાચાર, આ તારીખ સુધી ફ્લાઇટ પર છે પ્રતિબંધ

|

Aug 29, 2021 | 1:33 PM

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને, સરકારે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય વ્યાપારી પેસેન્જર ફ્લાઇટને 30 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. આ ભારતથી અને ભારત બંનેને લાગુ પડશે.

Flight Suspended : જો તમે પણ વિદેશ જવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે છે ખરાબ સમાચાર, આ તારીખ સુધી ફ્લાઇટ પર  છે પ્રતિબંધ
Service suspended till 30th September.

Follow us on

કોરોનાની (Corona) સંભવિત ત્રીજી લહેરનો ભય વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કેસો ખૂબ ઝડપથી વધવા લાગ્યા છે. દેશમાં દરરોજ 45 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હાલની સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય વ્યાપારી ફ્લાઇટ્સ (scheduled international commercial passenger flights) પર પ્રતિબંધ વધારવાની જાહેરાત કરી છે.

કોમર્શિયલ ફ્લાઇટ્સ પરનો આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. આ માહિતી DGCA દ્વારા શેર કરવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અગાઉ DGCAએ 31 ઓગસ્ટ સુધી ભારત આવવા -જવાની સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા સ્થગિત કરી હતી. હવે તેને એક મહિનો વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવ્યો છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. આ સિવાય જો કોઈ ફ્લાઈટને DGCA તરફથી વિશેષ મંજૂરી મળી હોય, તો આ નિયમ ત્યાં પણ લાગુ પડશે નહીં.

નોંધનીય છે કે, માર્ચ 2020માં પ્રથમ વખત સરકારે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન લગાવ્યું હતું. તે સમય દરમિયાન ટ્રેનો, વિમાનો સહિતની તમામ સેવાઓ લગભગ બે મહિના સુધી બંધ રહી હતી. મેથી ફ્લાઇટ સેવા પુનઃ શરૂ કરવામાં આવી હતી. આમાં, માત્ર સ્થાનિક હવાઈ સેવાને મંજૂરી આપવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર હજુ પ્રતિબંધ છે. આ દરમિયાન, બંને દેશો વચ્ચે એર બબલ સાથે હવાઈ સંપર્ક છે.

ડોમેસ્ટિક ફ્લાઇટને સાત અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે
ઉડ્ડયન વિભાગે ડોમેસ્ટિક ફ્લાઇટ સર્વિસને પ્રવાસમાં લીધેલા સમયના આધારે સાત અલગ અલગ બેન્ડમાં વેચી છે. દરેક બેન્ડ માટે પ્રાઇસ કેપ (મિનિમમ  મેક્સિમમ) નક્કી કરવામાં આવ્યું છે. તે જ મહિનામાં, સરકારે દરેક બેન્ડ માટે ન્યૂનતમ અને મહત્તમ ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

40 મિનિટથી ઓછા રૂટ માટે લોઅર કેપ રૂ. 2900
40 મિનિટથી ઓછા રૂટ માટે મિનિમમ હવાઈ ભાડું 2600 થી વધારીને 2900 કરવામાં આવ્યું છે. અપર કેપ 12.82 ટકા વધીને 8800 કરવામાં આવી છે. 40-60 મિનિટના હવાઈ માર્ગો માટે, લોઅર કેપ 3300 થી વધારીને 3700 અને અપર કેપ 12.24 ટકા વધારીને 11,000 રૂપિયા કરવામાં આવી છે. 60-90 મિનિટની ફ્લાઇટ માટે મિનિમમ કેપ વધારીને 4500 રૂપિયા અને અપર કેપ 13200 રૂપિયા કરવામાં આવી છે.

જાણો નવી લોઅર કેપ શું છે
90-120, 120-150, 150-180 અને 180-210 મિનિટની ફ્લાઇટ્સ માટે નવી લોઅર કેપ વધીને 5300, 6700, 8300 અને 9800 રૂપિયા કરવામાં આવ્યા છે. હાલમાં આ કેપ 4700, 6100, 7400 અને 8700 રૂપિયા હતી. 90-120, 120-150, 150-180 અને 180-210 મિનિટની ફ્લાઇટ્સ માટે અપર કેપમાં 12.3 ટકા, 12.42 ટકા, 12.74 ટકા અને 12.39 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આમાં પેસેન્જર સિક્યુરિટી ફી અને યુઝર ડેવલપમેન્ટ ફી શામેલ નથી.

આ પણ વાંચો : Good News for Farmer: ડ્રોનના ઉપયોગથી ખેડૂતોની આવકમાં થશે વધારો તો ખર્ચમાં થશે ઘટાડો, આ રીતે કરી શકશો ઉપયોગ

આ પણ વાંચો :ખેડૂતો માટે સારા સમાચાર : આ ખેતીમાં એક વાર પૈસા લગાવવાથી કરી શકો છો વરસો સુધી કમાણી, જાણો સમગ્ર માહિતી

Published On - 1:03 pm, Sun, 29 August 21

Next Article