Gorakhpur: લેડી ડોને CM યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને ઉડાવી દેવાની આપી ધમકી, પોલીસ તપાસમાં લાગી

|

Feb 06, 2022 | 7:36 AM

ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આ દરમિયાન ટ્વિટ કરવામાં આવ્યું હતું કે સુલેમાનભાઈએ ગોરખનાથ મઠમાં આઠ જગ્યાએ બોમ્બ લગાવી દીધા છે. આનાથી યોગી આદિત્યનાથને જીવ ગુમાવવાનો વારો આવશે. ટ્વીટમાં ફરી એકવાર સીમા સિંહના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Gorakhpur: લેડી ડોને CM યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને ઉડાવી દેવાની આપી ધમકી, પોલીસ તપાસમાં લાગી
Yogi Adityanath - File Photo

Follow us on

ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલા હલચલ મચી જવા પામી છે. હકીકત એ છે કે, શુક્રવારે મધ્યરાત્રિએ સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ ગોરખપુર પોલીસ (Gorakhnath Temple) પ્રશાસનમાં હલચલ મચી ગઈ હતી. મેરઠની સાથે લેડી ડોન નામના ટ્વિટર એકાઉન્ટ પર લખનૌ વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. માહિતી મળ્યા પછી પોલીસે સાવચેતીના પગલા તરીકે ગોરખનાથ મંદિરની આસપાસના વાહનોની તપાસ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ લેડી ડોન નામના ટ્વિટર હેન્ડલ પરથી એક પછી એક ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે વિધાનસભા, લખનૌ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર બોમ્બ મૂકવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ પણ મરી જશે. એક કલાક પછી ભીમ સેના પ્રમુખ સીમા સિંહ યોગી આદિત્યનાથને માનવ બોમ્બ તરીકે મારી નાખશે. રાશિદે બોમ્બ લગાવી દીધો છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આ દરમિયાન ટ્વિટ કરવામાં આવ્યું હતું કે સુલેમાનભાઈએ ગોરખનાથ મઠમાં આઠ જગ્યાએ બોમ્બ રાખી દીધા છે. આનાથી યોગી આદિત્યનાથ મરી જશે. ટ્વીટમાં ફરી એકવાર સીમા સિંહના નામનો ઉપયોગ કરવામાં આવ્યો. એક કલાક પછી એક ટ્વીટ થયું અને મેરઠમાં દસ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની વાત લખવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પોલીસ તપાસ કરી રહી છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SSP ડૉ. વિપિન ટાડાએ કહ્યું કે તેમને આ મામલાની માહિતી મળી છે. મંદિર અને અન્ય સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. ક્યાંય પણ વાંધાજનક વસ્તુ મળી નથી. કોઈની ટીખળ જેવું લાગે છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજે મેનિફિસ્ટો જાહેર થશે

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 58 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ છે. આ પહેલા ભાજપ રવિવારે એટલે કે આજે રાજ્યની જનતા સમક્ષ પોતાનો સંકલ્પ પત્ર રજૂ કરશે. પાર્ટીના આ સંકલ્પ પત્રના કેન્દ્રમાં ગરીબો, ખેડૂતો અને મહિલાઓ હશે. આ ઉપરાંત નવી રોજગારી સર્જન પર પણ ધ્યાન આપવામાં આવશે. પાર્ટી કેટલાક મહત્વના વચનો પણ આપી શકે છે, ખાસ કરીને કૃષિ ક્ષેત્રને મળતી વીજળી અંગે પણ કંઈક જાહેરાત કરી શકે છે.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપે વર્ષ 2017માં જે કહ્યું હતું તે તેમની સરકારે પૂર્ણ કર્યું છે. તેની તૈયારી માટે ભાજપે નાણામંત્રી સુરેશ ખન્નાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. સમિતિના સભ્યોએ રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લીધી હતી અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો.

આ પણ વાંચો : ભારતે પાકિસ્તાનનું નાક કાપ્યું છતાં પણ ના સુધર્યું, કાશ્મીરને લઈને કહ્યું કે, કાશ્મીરીઓ સાથે અમારા દિલ ધડકે છે

આ પણ વાંચો : Corona Vaccine: કેન્દ્ર સરકારે કોર્બેવેક્સ રસીના 5 કરોડ ડોઝની ખરીદી માટે આપ્યો ઓર્ડર, એક ડોઝની કિંમત 145 રૂપિયા

Next Article