GOOGLEએ બનાવ્યું ખાસ ડૂડલ: બ્રિટિશ ઈન્ડિયાના પ્રથમ ગ્રેજ્યુએટ મહિલા, જેમણે મહિલાઓને મત આપવાનો અધિકાર અપાવ્યો

ગૂગલે આજે તેમના ડૂડલમાં બંગાળી કવિયત્રી, એક્ટિવિસ્ટ અને શિક્ષણવિદ કામિની રોયને સમર્પિત કર્યુ છે. 12 ઓક્ટોબર 1864માં તત્કાલીન બંગાળના બાકેરગંજ જિલ્લામાં જન્મેલા કામિની રોયની આજે 155મી જન્મજયંતી છે. મહિલા અધિકારો માટે પોતાનું જીવન સમર્પિત કરનારા કામિની રોય ભારતના એવા પ્રથમ મહિલા હતા, જેમને બ્રિટિશ ઈન્ડિયામાં ગ્રેજ્યુએશન ઓનર્સ કર્યુ હતું. કામિની રોયના ભાઈ કોલકત્તાના મેયર રહ્યા […]

GOOGLEએ બનાવ્યું ખાસ ડૂડલ: બ્રિટિશ ઈન્ડિયાના પ્રથમ ગ્રેજ્યુએટ મહિલા, જેમણે મહિલાઓને મત આપવાનો અધિકાર અપાવ્યો
| Updated on: Oct 12, 2019 | 6:35 AM

ગૂગલે આજે તેમના ડૂડલમાં બંગાળી કવિયત્રી, એક્ટિવિસ્ટ અને શિક્ષણવિદ કામિની રોયને સમર્પિત કર્યુ છે. 12 ઓક્ટોબર 1864માં તત્કાલીન બંગાળના બાકેરગંજ જિલ્લામાં જન્મેલા કામિની રોયની આજે 155મી જન્મજયંતી છે. મહિલા અધિકારો માટે પોતાનું જીવન સમર્પિત કરનારા કામિની રોય ભારતના એવા પ્રથમ મહિલા હતા, જેમને બ્રિટિશ ઈન્ડિયામાં ગ્રેજ્યુએશન ઓનર્સ કર્યુ હતું.

કામિની રોયના ભાઈ કોલકત્તાના મેયર રહ્યા હતા અને તેમની બહેન નેપાળના શાહી પરિવારના ફિઝિશિયન હતા. ભારતીય ઉપમહાદ્વીપમાં તે સમયમાં મહિલાઓના અધિકારો અને તેમના ભણતરની વકીલાત કરી, જ્યારે ઘણા કુરિવાજો સમાજમાં હાજર હતા. કામિની રોયની બહુમુખી પ્રતિભાને તમે આ રીતે પણ સમજી શકો છો કે તેમને બાળપણથી જ ગણિતમાં રૂચિ હતી પણ આગળનું ભણતર તેમને સંસ્કૃતમાં કર્યુ. કોલકત્તા સ્થિત બેથુન કોલેજમાંથી તેમને 1886માં BA ઓનર્સ કર્યુ હતું અને પછી ત્યાં ટીચિંગ કરવા લાગ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોલેજમાં જ તેમની એક સ્ટૂડન્ટ સાથે મુલાકાત થઈ હતી. ગરીબ મહિલા શિક્ષણ અને વિધવાઓ માટે કામ કરવામાં રસ લેતી હતી. તેમનાથી પ્રભાવિત થઈને કામિની રોયે પણ તેમનું જીવન મહિલાઓના અધિકારો માટે સમર્પિત કરવાનો નિર્ણય લીધો. કામિની રોયે ઈલ્બર્ટ બિલનું પણ સમર્થન કર્યુ હતું. વાઈસરોય લોર્ડ રિપનના કાર્યકાળ દરમિયાન 1883માં ઈલ્બર્ટ બિલ લાવવામાં આવ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેની હેઠળ ભારતીય ન્યાયાધીશોને આવા મામલાની સુનાવણીનો પણ અધિકાર આપવા આવ્યો. જેમાં યૂરોપીય નાગરિક સામેલ થતાં હતા. તેનો યૂરોપીય સમુદાયે વિરોધ કર્યો પણ ભારતીય તેના સમર્થનમાં આંદોલન કરવા લાગ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

1909માં તેમના પતિ કેદારનાથ રોયનું નિધન થયા પછી તે બંગ મહિલા સમિતિમાં જોડાયા અને મહિલાઓના મુદ્દાઓ માટે તમામ પ્રકારે સમર્પિત થઈ ગયા. કામિની રોયે તેમની કવિતાઓ દ્વારા મહિલાઓમાં જાગૃતતા લાવવા માટેનું કામ કર્યુ હતું. એટલુ જ નહી બંગાળમાં મહિલાઓને મતનો અધિકાર અપાવવા માટે તેમને મોટું અભિયાન ચલાવ્યું. ત્યારે છેલ્લે 1926ની ચૂંટણીમાં મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. તે પછી 1933માં કામિની રોયનું નિધન થયું હતું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]