GOOD NEWS : દેશભરમાં આ વર્ષે 98 ટકા વરસાદ પડશે, ભારતીય હવામાન વિભાગની આગાહી

|

Apr 16, 2021 | 6:56 PM

GOOD NEWS : હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વર્ષે વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ છે. આ અનુમાન ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે આ ચોમાસાની સિઝનમાં 98 ટકા વરસાદ થવાની શક્યતા છે.

GOOD NEWS : દેશભરમાં આ વર્ષે 98 ટકા વરસાદ પડશે, ભારતીય હવામાન વિભાગની આગાહી
ફાઇલ

Follow us on

GOOD NEWS : હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વર્ષે વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ છે. આ અનુમાન ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે આ ચોમાસાની સિઝનમાં 98 ટકા વરસાદ થવાની શક્યતા છે. છેલ્લા બે વર્ષમાં દેશભરમાં ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડયો હતો. જયારે ગત વર્ષે ગુજરાતમાં મેઘરાજાએ ભારે હેત વરસાવ્યું હતું.

હવામાન વિભાગે તેમના અંદાજમાં આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઈ અસર જોવા નહીં મળે તે પણ ઉમેર્યું છે. હવામાન વિભાગે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ આપ્યો છે. હવામાન વિભાગે મેંમાં સમગ્ર સીઝન સિવાય જૂન અને સપ્ટેમ્બરનો માસિક અંદાજીત વરસાદ જાહેર કર્યો છે.

આ પહેલા પ્રાઈવેટ એજન્સીએ 103% વરસાદ થવાનો અંદાજ આપ્યો છે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હવામાન વિભાગે પહેલાં પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે ચોમાસાનો અંદાજ જાહેર કર્યો હતો. સ્કાઈમેટે આ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ જાહેર કર્યો છે. પરંતુ તેમણે આ વર્ષે 103 ટકા સુધી વરસાદ થવાનો અંદાજ આપ્યો છે.

3 વર્ષમાં પ્રથમવાર વરસાદ સામાન્ય રહેશે
IMDના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 3 વર્ષમાં બેવાર ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય કરતાં વધારે રહ્યો હતો. તેની સરખામણીએ આ વખતે વરસાદ સામાન્ય રહેશે.

96%થી 104% વચ્ચે વરસાદ સામાન્ય માનવામાં આવે છે
હવામાન વિભાગે જે અંદાજ આપ્યો છે તે પ્રમાણે જૂનથી સપ્ટેમ્બર સુધી લોંગ ટર્મ એવરેજના 96થી 98 ટકા વચ્ચે વરસાદ રહી શકે છે. જે વર્ષે 96થી 104 ટકા સુધી વરસાદ થાય છે, તે વર્ષે ચોમાસુ સામાન્ય માનવામાં આવે છે.

હવામાન વિભાગે 98 ટકા વરસાદ રહેવાનો અંદાજ આપ્યો
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી માધવન રાજીવને કહ્યું કે, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ છે. તેઓ તેમના લોંગ ટર્મ એવરેજના 98 ટકા બરાબર રહી શકે છે અથવા 5 ટકા ઉપર નીચે રહેવાની શક્યતા છે.

Next Article