
Eco Friendly Paint: ગાયના છાણને લઈને લોકો ભલે ગમે તે વિચારતા હોય પરંતુ જે રીતે પ્રધાન મંત્રીના લોકલ ફોર વોકલને લોકોએ દ્વારા ખૂબ સારો એવો પ્રતિસાદ આપ્યો છે તેને લઈને ગાયના ગોબર માંથી બનેલા રંગ (પેઈન્ટ) Gobar Paint ને લોકો ખૂબ જ આવકારી રહ્યા છે. આ પેઈન્ટને ખાદી ગ્રામ ઉદ્યોગ સાથે મળીને એક ઈન્સ્ટિટ્યૂટે બનાવ્યો છે.
ખાદી ગ્રામ ઉદ્યોગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગાયના ગોબરથી બનેલા પેઈન્ટની માંગ એટલી છે કે માત્ર 12 દિવસની અંદર જ સાડા ત્રણ હજાર લિટર Gobar Paint અત્યાર સુધી વેંચાઈ ચૂક્યું છે. જોકે આનું વેચાણ માત્ર દિલ્લી અને જયપુરના સ્ટોર્સ પરથી જ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ ગાયના ગોબરથી બનેલું પેઈન્ટ Online પણ વેચવા માંડશે અને ભારતના દરેક ખૂણે વસતા લોકો આનો લાભ લઈ શકશે.
ગોબર પેઈન્ટને લોન્ચ કરતાં મંત્રી નીતિન ગડકરી
જોવા જઈએ તો આ પેઈન્ટના ટ્રાયલ પિરિયડમાં જ સાડા ત્રણ હજાર લિટર વેંચાઈ ચૂક્યું છે. કોઈ પણ અન્ય કંપનીના પેઈન્ટ બને છે તો તેમ એક કેમિકલ આવે છે જેનું નામ વૉલટાઈલ ઓર્ગનીક કમ્પાઉન્ડ (VOC) છે. VOCમાં એવા તત્વ હોય છે જેને લઈને કલર કરતાં કારીગરોની આંખો બળવા માંડે છે. જ્યારે આ ગાયના ગોબર માંથી તૈયાર કરેલા Gobar Paint માં આ તત્વ નહીં બરાબર જોવા મળ્યું હતું.
આ પેઈન્ટના સારા સકારાત્મક પ્રતિસાદ મળતા જાણવા મળ્યું છે Eco Friendly હોવાના કારણે લોકો અત્યંત પસંદ કરી રહ્યા છે. પશુ પાલન કરતાં લોકોને સારો રોજગાર પણ મળશે અને ગોબરમાંથી થતી આવકના કારણે ગાય માતા પણ સારી રીતે સાચવશે.
નીતિન ગડકરીએ પણ આ પેઈન્ટથી રંગી છે દીવાલો
આ પેઈન્ટને 12 જાન્યુઆરીએ MSME સંભાળતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ લોન્ચ કર્યું હતું. આ પેઈન્ટ લોન્ચ કર્યા પેહલા તેને ખુદે આ રંગથી પોતાના ઘરની દીવાલો રંગાવી હતી તેમજ ખાદી ગ્રામોદ્યોગની દીવાલો પણ રંગાવી હતી. આ રંગને ખાસ રીતે ગૌશાળાઓમાં તૈયાર કરવામાં આવે છે. આ પેન્ટના ઘણા ફાયદાઓ છે જેમકે તે એન્ટિ બેક્ટેરિયાલ, એન્ટિ ફન્ગલ અને સસ્તું છે.