Gadchiroli : ગઢચિરૌલીમાં પોલીસનો સપાટો, 13 નક્સલીઓ અથડામણમાં ઠાર

Gadchiroli :  મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં (Gadchiroli) પોલિસ અને નક્સલીઓ (Naxals) વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. પોલિસના સી-60 યૂનિટે ગઢચિરૌલીના એટાપલ્લી જંગલ વિસ્તારમાં અત્યાર સુધી 13 નક્સલીઓને ઠાર માર્યા છે.

Gadchiroli : ગઢચિરૌલીમાં પોલીસનો સપાટો, 13 નક્સલીઓ અથડામણમાં ઠાર
સાંકેતિક તસ્વીર
| Edited By: | Updated on: May 21, 2021 | 12:58 PM

Gadchiroli :  મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં (Gadchiroli) પોલીસ અને નક્સલીઓ (Naxals) વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. પોલિસના સી-60 યૂનિટે ગઢચિરૌલીના એટાપલ્લી જંગલ વિસ્તારમાં અત્યાર સુધી 13 નક્સલીઓને ઠાર માર્યા છે. ગઢચિરૌલીના Gadchiroli) ડીઆઈજી સંદીપ પાટિલે આ જાણકારી આપી છે.

ગઢચિરૌલી (Gadchiroli) જિલ્લાના એટાપલ્લીના જંગલ વિસ્તારમાંથી શુક્રવારે ઓછામાં ઓછા 13 નક્સલીઓને ઠાર મરાયા છે. જ્યાં મહારાષ્ટ્ર પોલીસના  C-60 કમાંડો અને નક્સલીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી છે. ગઢચિરૌલીના પોલીસ ડીઆઈજી સંદીપ પાટિલ અનુસાર, આ ઓપરેશન મહારાષ્ટ્ર પોલીસ માટે એક મોટી સફળતા હતી અને સંભાવના છે કે મુઠભેડમાં વધારે નક્સલીઓનો સફાયો થાય.

ગઢચિરૌલીના પોલીસ ડીઆઈજી સંદીપ પાટિલે જણાવ્યુ કે આ મુઠભેડ એટાપલ્લીના કોટમી પાસે જંગલમાં સવારે લગભગ સાડા પાંચ વાગ્યે થઇ. તેમણે જણાવ્યુ કે ત્યારે ત્યાં નક્સલીઓ એક બેઠક માટે ભેગા થયા હતા. પાટિલે જણાવ્યુ કે એક ખાસ માહિતીના આધારે પોલીસ દળ અને સી-60 કમાંડોએ જંગલમાં  શોધખોળ અભિયાન શરુ કર્યુ. તેમણે જણાવ્યુ કે નક્સલીઓએ પોલીસને જોઇ ગોળીબાર શરુ કર્યો. સી-60 કમાંડોએ જવાબી કાર્યવાહી કરી જેમાં 13 નક્સલીઓને ઠાર મરાયા.

એક અન્ય પોલીસ અધિકારી જણાવ્યા પ્રમાણે આ મુઠભેડ લગભગ એક કલાક સુધી ચાલી અને બાકી રહેલા નક્સલી જંગલમાં ભાગી ગયા. તેમણે જણાવ્યુ કે ઘટનાસ્થળથી નક્સલીઓના શબ મળ્યા છે. હજી પણ શોધખોળ અભિયાન ચાલુ છે.

 

Published On - 12:54 pm, Fri, 21 May 21