વરસાદ વચ્ચે G20ના તમામ વૈશ્વિક નેતાઓ પહોંચ્યા બાપુની સમાધિએ, PM મોદીએ કર્યું સ્વાગત, જુઓ-VIDEO

યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ, એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ માસાત્સુગુ આસાકાવા, IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલિના જ્યોર્જિવા અને અન્ય નેતાઓ અને પ્રતિનિધિઓએ દિલ્હીના રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

વરસાદ વચ્ચે G20ના તમામ વૈશ્વિક નેતાઓ પહોંચ્યા બાપુની સમાધિએ, PM મોદીએ કર્યું સ્વાગત, જુઓ-VIDEO
G20 leaders reached Rajghat and give tribute to Mahatma Gandhi
| Edited By: | Updated on: Sep 10, 2023 | 4:14 PM
G20 નેતાઓ રવિવારે 10 સપ્ટેમ્બરના રોજ મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાથી જ રાજઘાટ પર હાજર હતા અને તમામ નેતાઓનું ખાદીની શાલ પહેરાવીને સ્વાગત કર્યું હતું. G20ના તમામ વૈશ્વિક નેતાઓ રાજઘાટ પહોંચીને અહીં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

રાજઘાટ પહોચ્યાં G20ના નેતા

યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ, એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ માસાત્સુગુ આસાકાવા, IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલિના જ્યોર્જિવા અને અન્ય નેતાઓ અને પ્રતિનિધિઓએ દિલ્હીના રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ સિવાય યુનાઈટેડ મેક્સિકન સ્ટેટ્સના ઈકોનોમી મિનિસ્ટર રાક્વેલ બ્યુનોસ્ટ્રો સાંચેઝ દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા અને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. સ્પેનના ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો, સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગ, નેધરલેન્ડના વડા પ્રધાન માર્ક રુટ્ટે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને ઘણા નેતાઓ રાજઘાટ પહોંચ્યા હતા. .

જી-20 સમિટનો આજે છેલ્લો દિવસ

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ચાલી રહેલા G20 સમિટનો આજે છેલ્લો દિવસ છે. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તમામ નેતાઓ ભારત મંડપમ પરત ફરશે. જ્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ છે. આ પછી, કોન્ફરન્સનું ત્રીજું સત્ર શરૂ થશે, જેનું નામ વન ફ્યુચર છે, જે લગભગ 2 કલાક ચાલશે. આ પછી, તમામ નેતાઓ દિલ્હી મેનિફેસ્ટોને સ્વીકારશે, જેને શનિવારે જ મંજૂરી આપવામાં આવી હતી. G20 જૂથના સભ્યો આજે ‘વન ફ્યુચર’ સમિટના ત્રીજા સત્ર દરમિયાન ચર્ચા કરશે. ત્યારબાદ અંતે સમાપન સમારોહ અને હસ્તાંતરણ સમારોહ થશે, ત્યારબાદ નિર્ધારિત દ્વિપક્ષીય બેઠકો પછી, તમામ નેતાઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ પોતપોતાની અનુકૂળતા મુજબ પોતપોતાની હોટેલો માટે રવાના થશે.

આજે આ નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત

G20 સમિટના અંતિમ દિવસે PM મોદી કેનેડા, તુર્કી, UAE અને દક્ષિણ કોરિયા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. જ્યારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સોમવારે એટલે કે 11 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:23 am, Sun, 10 September 23