Uniform Civil Code: પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની બહેને પીએમની કરી પ્રશંસા, UCCને આપ્યુ સમર્થન

|

Jul 03, 2023 | 9:31 AM

મેરા હક ફાઉન્ડેશનના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની બહેન ફરહત નકવીએ UCCને સમર્થન આપ્યું છે. ફરહત નકવીનું કહેવું છે કે UCC બિલ આવવાથી મહિલાઓને પુરૂષોની જેમ સમાન દરજ્જો મળશે.

Uniform Civil Code: પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની બહેને પીએમની કરી પ્રશંસા, UCCને આપ્યુ સમર્થન
UCC

Follow us on

Bareilly : પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની બહેન ફરહત નકવી પણ યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન જાહેર કર્યુ છે. મુખ્તારની બેન નકવીની NGO ચલાવે છે તેમજ તેમણે ટ્રિપલ તલાક પીડિતો માટે ન્યાય મેળવવાની કામગીરી કરી છે જેઓએ હવે UCCને સમર્થન જાહેર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. ફરહત નકવીએ આ અંગે કહ્યું છે કે આ બિલ જલ્દી આવવું જોઈએ. તેનાથી મહિલાઓ ટ્રિપલ તલાકથી બચી જશે અને તેમનું જીવન સારું રહેશે.

યુસીસી મુદ્દે શું કહ્યું ફરહત નકવી એ?

મેરા હક ફાઉન્ડેશનના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની બહેન ફરહત નકવીએ UCCને સમર્થન આપ્યું છે. ફરહત નકવીનું કહેવું છે કે UCC બિલ આવવાથી મહિલાઓને પુરૂષોની જેમ સમાન દરજ્જો મળશે. દેશની મુસ્લિમ મહિલાઓને સંપૂર્ણ અધિકાર મળશે. તે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માને છે.

ટ્રિપલ તલાક પીડિતોને મળશે ન્યાય

જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની બહેન ફરહત નકવી પોતે ટ્રિપલ તલાકનો શિકાર છે અને તે ટ્રિપલ તલાક પીડિતોને ન્યાય આપવા માટે એક NGO ચલાવે છે. તેમણે કહ્યું કે મુસ્લિમ ધર્મમાં ટ્રિપલ તલાકની પ્રથા ખૂબ જ ખરાબ છે. હવે આ બિલ જલ્દી આવવું જોઈએ, જેથી મહિલાઓને શાંતિ મળે અને તેમના જીવનમાંથી અંધકાર દૂર થાય.

શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો

ફરહત નકવીએ આ મામલે વધુ કહ્યું હતુ કે તેમના પતિ મુસ્લિમ મહિલાઓને નજીવી બાબતો પર છૂટાછેડા આપીને તેમના જીવનભરના સંબંધોનો અંત લાવી અન્ય મહિલાઓને ઘરમાં લાવતા હતા. આ સાથે પ્રથમ પત્નીનો અધિકાર પણ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે આ બિલ લાવવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. મારી સાથે રહેલી તમામ મુસ્લિમ મહિલાઓ પણ પીએમની આભારી રહેશે.

નકવીએ પીએમની કરી પ્રશંસા

ફરહત નકવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રશંસા કરતા કહ્યું છે તે એકમાત્ર એવા વડાપ્રધાન છે જેમણે મુસ્લિમ મહિલાઓ માટે ઘણું કર્યું છે. પહેલા ટ્રિપલ તલાક પર કાયદો લાવ્યા. હવે આ બિલ લઈને આવી રહ્યા છીએ. આ બિલમાંથી આપણને ઘણું બધું મળશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા બરેલીના આલા હઝરત પરિવારની વહુ નિદા ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને UCCને સમર્થન આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ટ્રિપલ તલાકની તલવાર હંમેશા મુસ્લિમ મહિલાઓ પર લટકતી રહે છે. યુનિફોર્મ સિવિલ કોડથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે. તેથી જ મુસ્લિમ મહિલાઓ તેને સમર્થન આપી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article