હવે બેન્ક ડૂબવા પર પણ સરકાર આપશે 5 લાખ રૂપિયા, બજેટમાં વધારવામાં આવી વીમાની ગેરંટી

PMC બેન્ક કૌભાંડ સામે આવ્યા પછી બેન્કોમાં ગ્રાહકોની જમા રકમના ભવિષ્યને લઈ ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાની વચ્ચે બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. બેન્ક ખાતામાં જમા રકમ પર ઈન્શ્યોરન્સ ગેરંટીની મર્યાદા વધારવામાં આવી છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

હવે બેન્ક ડૂબવા પર પણ સરકાર આપશે 5 લાખ રૂપિયા, બજેટમાં વધારવામાં આવી વીમાની ગેરંટી
| Updated on: Feb 01, 2020 | 10:09 AM

PMC બેન્ક કૌભાંડ સામે આવ્યા પછી બેન્કોમાં ગ્રાહકોની જમા રકમના ભવિષ્યને લઈ ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાની વચ્ચે બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. બેન્ક ખાતામાં જમા રકમ પર ઈન્શ્યોરન્સ ગેરંટીની મર્યાદા વધારવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કોઈ બેન્ક ડૂબી જાય છે તો તેમાં જમાકર્તાઓને વધારેમાં વધારે 1 લાખ રૂપિયાની રકમ સરકાર આપે છે પણ હવે એવું થશે નહીં. બજેટમાં જાહેરાત પછી હવે બેન્કોમાં જમા રકમ પર હવે 5 લાખ રૂપિયાના ઈન્શ્યોરન્સની ગેરંટી મળશે. બજેટમાં કહેવામાં આવ્યું કે જમાકર્તાઓના પૈસા સુરક્ષિત રહે, તેના માટે એક તંત્ર બનાવવામાં આવી રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ રકમને વધારવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી, કારણ કે હવેના સમય મુજબ 1 લાખ રૂપિયાની રકમ વધારે નથી અને સુરક્ષિત રોકાણ હોવાને લીધે મોટાભાગના લોકો તેમની કમાણી બેન્કમાં જ રાખે છે. PMC કૌભાંડ પછી એક વખત ફરી આ માંગ કરવામાં આવી હતી કે વીમા રકમને વધારવામાં આવે. PMC બેન્કમાં તો ઘણા ગ્રાહકોના કરોડો રૂપિયા જમા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: બજેટ 2020: ખેડૂતો અને ખેતી માટે સરકારે બજેટમાં કરી આ મુખ્ય વાતો