પતિ-પત્નીના ઝઘડાએ ફ્લાઈટનું કરાયું ઈમરજેન્સી લેન્ડિંગ ! જાણો એવી તો શું બની ઘટના

મળતી માહિતી મુજબ બન્ને વચ્ચે કોઈ બાબતે ઝઘડો શરુ થયો હતો જે બાદ મોટે મોટેથી બોલાચાલી કરવા લાગ્યા અને તે ઝઘડો એટલો વધી ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ. ફ્લાઈટની અંદરની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. લુફ્તહાંસાની આ ફ્લાઈટ LH772 મ્યુનિકથી બેંગકોક જઈ રહી હતી.

પતિ-પત્નીના ઝઘડાએ ફ્લાઈટનું કરાયું ઈમરજેન્સી લેન્ડિંગ ! જાણો એવી તો શું બની ઘટના
Flight made emergency landing
| Edited By: | Updated on: Nov 29, 2023 | 12:46 PM

એક ફ્લાઈટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને તે ઝઘડો એટલી હદે વધી ગયો કે ફ્લાઈટને પાછી જમીન પર લાવી દેવી પડી. મળતી માહિતી મુજબ બન્ને વચ્ચે કોઈ બાબતે ઝઘડો શરુ થયો હતો જે બાદ મોટે મોટેથી બોલાચાલી કરવા લાગ્યા અને તે ઝઘડો એટલો વધી ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ. ફ્લાઈટની અંદરની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. લુફ્થાંસાની આ ફ્લાઈટ LH772 મ્યુનિકથી બેંગકોક જઈ રહી હતી.

મ્યુનિકથી આવતી લુફ્થાંસાની એક ફ્લાઈટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે મારામારી થઈ ગઈ. ફ્લાઈટની અંદરની સ્થિતિ બગડવા લાગી અને તે ઊડા રહેલી ફ્લાઈનું દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. લુફ્થાંસાની ફ્લાઈટ નંબર LH772 મ્યુનિકથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક જઈ રહી હતી.

લડાઈ બાદ ફ્લાઈટ દિલ્હી તરફ વાળવામાં આવી

સમાચાર એજન્સી ANIએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ ફ્લાઈટને દિલ્હી તરફ વાળવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને આ સમાચાર મળતા જ સુરક્ષાકર્મીઓ એરપોર્ટ પર પહોંચી ગયા અને ફ્લાઈટના દરવાજા ખુલવાની રાહ જોવા લાગ્યા.

મારામારીનું કારણ શું હતું

મળતી માહિતી મુજબ પતિ-પત્નીના ઝઘડાનું કારણ શું હતુ તે હજુ જાણી શકાયું નથી કે તે બન્ને ક્યાંના છે અને તેમની વચ્ચે ઝઘડાનું કારણ શું હતું તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. પણ બન્ને ફ્લાઈટમાં જ મારા મારી કરી રહ્યા હતા જે બાઈ ફ્લાઈટનું લેન્ડિંગ કરવામાં આવ્યું.

આ દિવસોમાં ફ્લાઇટમાં ગેરવર્તણૂક અને સાથી મુસાફરો સાથે ખરાબ વર્તનના સમાચાર વારંવાર આવવા લાગ્યા છે, પરંતુ આવા કિસ્સાઓમાં આરોપી ઘણીવાર અજાણ્યો હોય છે, પરંતુ આજે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો