પાકિસ્તાનના દિવસનું ચેન અને રાતની ઉંઘ ખરાબ કરનારા અમેરિકી હેલિકૉપ્ટર્સ 4 વર્ષ બાદ આવી ગયા ગુજરાત, ઈરાક-અફઘાન યુદ્ધમાં આ હેલિકૉપ્ટર્સે મચાવી હતી તબાહી, VIDEO

|

Feb 10, 2019 | 12:25 PM

એવા હેલિકૉપ્ટર્સ જેનો ઉપયોગ અમેરિકા ઘણાં લાંબા સમયથી કરી રહ્યું છે. વર્ષ 2015માં ભારતે અમેરિકા સાથે 22 અપાચે અને 15 ચિનૂક હેલિકૉપ્ટર ખરીદવાની ડીલ કરી હતી.  2.5 અરબ ડૉલરની આ ડીલ અંતર્ગત 2019ના અંત સુધી ભારતને તમામ હેલિકૉપ્ટર મળી જશે. રવિવારે 4 ચિનૂક હેલિકૉપ્ટર ગુજરાતના કચ્છના મુંદ્રા એરપોર્ટ પર પહોંચ્યા. ભારતે 2015માં અમેરિકી વિમાન નિર્માતા […]

પાકિસ્તાનના દિવસનું ચેન અને રાતની ઉંઘ ખરાબ કરનારા અમેરિકી હેલિકૉપ્ટર્સ 4 વર્ષ બાદ આવી ગયા ગુજરાત, ઈરાક-અફઘાન યુદ્ધમાં આ હેલિકૉપ્ટર્સે મચાવી હતી તબાહી, VIDEO

Follow us on

એવા હેલિકૉપ્ટર્સ જેનો ઉપયોગ અમેરિકા ઘણાં લાંબા સમયથી કરી રહ્યું છે. વર્ષ 2015માં ભારતે અમેરિકા સાથે 22 અપાચે અને 15 ચિનૂક હેલિકૉપ્ટર ખરીદવાની ડીલ કરી હતી. 

2.5 અરબ ડૉલરની આ ડીલ અંતર્ગત 2019ના અંત સુધી ભારતને તમામ હેલિકૉપ્ટર મળી જશે.

રવિવારે 4 ચિનૂક હેલિકૉપ્ટર ગુજરાતના કચ્છના મુંદ્રા એરપોર્ટ પર પહોંચ્યા. ભારતે 2015માં અમેરિકી વિમાન નિર્માતા કંપની બોઈંગ સાથે 15 ચિનૂક હોલિકૉપ્ટર ખરીદવાનો સોદો કર્યો હતો. 2.5 અરબ ડૉલરના આ સોદામાં 22 અપાચે હેલિકૉપ્ટર પણ સામેલ છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ખૂબ ઉંચી ઉડાન ભરવા સક્ષમ છે ચિનૂક

આ પહેલા અમેરિકાના ફિલાડેલ્ફિયામાં બોઈંગે આ અઠવાડિયે જ ભારતને પહેલા ચિનૂક હેલિકૉપ્ટરની બેચ સોંપી દીધી હતી. આ ડીલ પ્રમાણે, વર્ષના અંત સુધીમાં ભારતને તમામ અપાચે અને ચિનૂક હેલિકૉપ્ટર મળી જશે. તેનાથી વાયુસેનાની તાકાતમાં ઘણો ફાયદો થશે.

દુનિયાના સૌથી સારા લડાકુ હેલિકૉપ્ટર, CH-47F ચિનૂકની ખાસ વાતો

ચિનૂક હેલિકૉપ્ટર્સ વિયેતનામથી લઈને અફઘાનિસ્તાન અને ઈરાક સુઘીના યુદ્ધમાં ઉપોયગમાં લેવાઈ ચૂક્યું છે. સૌથી પહેલા ચિનૂક હેલિકૉપ્ટરને 1962માં ઉડાવવામાં આવ્યું હતું અને ત્યારથી લઈ અત્યાર સુધી તેના મશીનમાં ઘણાં સુધારા આવી ગયા છે.

બોઈંગ પ્રમાણે, અપાચે દુનિયાના સૌથી સારા લડાકુ હેલિકૉપ્ટર માનવામાં આવે છે. ત્યાં, ચિનૂક હેલિકૉપ્ટર ખૂબ ઉંચી ઉડાન ભરવા સક્ષમ છે. ચિનૂક ભારે-ભરખમ સામાનને પણ ઘણી ઊંચાઈએથી સરળતાથી ઉપર પહોંચાડી શકે છે. અમેરિકી સેના લાંબા સમયથી અપાચે અને ચિનૂકનો ઉપયોગ કરી રહી છે.

TV9 Gujarati

 

ભારત અપાચેનો ઉપયોગ કરનારો 14મો અને ચિનૂકનો ઉપયોગ કરનારો 19મો દેશ બનશે. બોઈંગે 2018માં વાયુસેનાના પાયલટો અને ફ્લાઈટ એન્જિનિયર્સને ચિનૂક હેલિકૉપ્ટર ઉડાવવાની ટ્રેઈનિંગ આપી હતી.

શું છે ચિનૂક હેલિકૉપ્ટરનું કામ?

જુઓ VIDEO:

આ વિશાળ હેલિકૉપ્ટર 9.6 ટન સુધીનું કાર્ગો લઈ જઈ શકે છે. તેમાં ભારે મશીનરી, આર્ટિલરી બંદૂક અને હાઈ અલ્ટીટ્યૂડવાળા લાઈટ આર્મ્ડ વેહિકલ્સ પણ સામેલ છે. પહાડી ક્ષેત્રોમાં ઓપરેશન માટે તેને ઉપયોગમાં લઈ શકાય છે. ચિનૂક ઘણું જ ઝડપી છે. તેને ઘાટી ક્ષેત્રમાં પણ સરળતાથી લઈ જઈ શકાય છે.

ભારત માટે કેમ મહત્ત્વના છે ચિનૂક હેલિકૉપ્ટર્સ?

ચિનૂક ભારતીય એરફોર્સમાં હશે તેનાથી સેનાની ક્ષમતા ઘણી વધશે અને સાથે જ મુશ્કેલીભર્યા રસ્તા અને બોર્ડર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવવામાં પણ તેનું મહત્ત્વનું યોગદાન રહેશે. નોર્થ ઈસ્ટમાં ઘણાં રોડ પ્રોજેક્ટ વર્ષોથી અટકેલા પડ્યા છે અને તેને પૂરા કરવા માટે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન લાંબા સમયથી એક હેવી લિફ્ટ ચોપરની રાહ જોઈ રહ્યું હતું.

[yop_poll id=1281]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article