પૂનાની સિરમ ઈન્સ્ટીટ્યુટમાં આગ

|

Jan 21, 2021 | 3:55 PM

પૂના ખાતે આવેલી સિરમ ઈન્સ્ટીટ્યુટમાં આગ ( Fire ) લાગી છે. સિરમ ઈન્સ્ટીટ્યુટમાં કોરોનાની વેક્સિન બનાવવામા આવી રહી છે. જો કે આગની આ ઘટના સિરમ ઈન્સ્ટીટ્યૂટના નવા બિલ્ડીગમાં લાગી છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ સામે આવ્યુ નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સરકીટને કારણે આગ લાગી હોવી જોઈએ.

કોરોનાની વેક્સિન બનાવતી ફાર્માસ્યુટીકલ કંપની સિરમના પ્લાન્ટમાં આગ ભભૂકી ઉઠી. પૂના સ્થિત સિરમ ઈન્સ્ટીટ્યુના નવા ઈમારતમાં આગ લાગી છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જો કે આગ કયા કારણથી લાગી છે તે સામે નથી આવ્યુ.

 

Published On - 3:13 pm, Thu, 21 January 21

Next Video