FIR on Sambit Patra: સોશિયલ મીડિયા પર ‘ફેક વીડિયો’ શેર કરવા બદલ બીજેપી નેતા સંબિત પાત્રા વિરુદ્ધ FIRનો આદેશ

|

Nov 24, 2021 | 8:02 AM

સંબિત પાત્રા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો નકલી વીડિયો ઈન્ટરનેટ પર કથિત રીતે પોસ્ટ કરવાનો આરોપ છે. આ વીડિયોમાં સીએમ કેજરીવાલ કૃષિ કાયદા વિશે બોલતા જોવા મળે છે.

FIR on Sambit Patra: સોશિયલ મીડિયા પર ફેક વીડિયો શેર કરવા બદલ બીજેપી નેતા સંબિત પાત્રા વિરુદ્ધ FIRનો આદેશ
BJP spokesperson Sambit Patra (File Photo)

Follow us on

બીજેપી નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. તીસ હજારી કોર્ટે દિલ્હી પોલીસને ભારતીય જનતા પાર્ટીના નેતા સંબિત પાત્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે. સંબિત પાત્રા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ( Arvind Kejriwal) નો નકલી વીડિયો (Fake Video) ઈન્ટરનેટ પર કથિત રીતે પોસ્ટ કરવાનો આરોપ છે. આ વીડિયોમાં સીએમ કેજરીવાલ કૃષિ કાયદા (Farm Law) વિશે બોલતા જોવા મળે છે. તીસ હજારી કોર્ટે, આમ આદમી પાર્ટીના નેતા આતિશીની ફરિયાદ સ્વીકારતા, પાત્રા વિરુદ્ધ IPC કલમો હેઠળ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 7:54 am, Wed, 24 November 21

Next Article