Lakhimpur Khiri Case: લખીમપુર ખેરી કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર સામે FIR

આ બબાલમાં અત્યાર સુધી 8 લોકોના મૃત્યુ થયા છે અને કલામ 144 લાગુ કરી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે અહી ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

Lakhimpur Khiri Case: લખીમપુર ખેરી કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર સામે FIR
FIR against union minister ajay mishra s son in lakhimpur kheri case
| Edited By: | Updated on: Oct 04, 2021 | 8:15 AM

Lakhimpur Khiri Case: ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં રવિવારે વિરોધ કરનારા ખેડૂત અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના કાફલા વચ્ચે ઘાતક અથડામણ થઈ હતી. આ અથડામણમાં 8 લોકોના મૃત્યુ થયા છે અને બનાવની ગંભીરતાને લઈને આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. આ બનાવ અંતર્ગત કેન્દ્રિય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જ્યારે અગાઉ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ રવિવારે યુપીના લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં તેમના પરના આરોપોને નકાર્યા હતા અને ન્યાયિક તપાસની માંગ કરી હતી. આશિષ મિશ્રાએ કહ્યું કે કેટલાક તોફાની તત્વોએ અમારા કાર્યકર્તાઓ પર હુમલો કર્યો અને તેમાંથી 4-5ની હત્યા કરી.

આપણે જણાવી દઈએ કે ખેડૂત નેતા પણ આજે વહેલી સવારે ઘટના સ્થળે પહોચી ગયા હતા અને મંત્રીના પુત્ર પર ગુનો નોંધવાની માંગ કરી હતી. તેને ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી આશિષ મિશ્રા પર FIR નહીં થાય ત્યાં સુધી મરુત દેહોનો સ્વીકાર નહીં કરવામાં આવે. સાથે સાથે મૃતકોના પરિવારને વળતર અને સરકારી નોકરી આપવાની પણ વાત કહી હતી.

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી ખેડૂતોને મળવા રવિવારે મધ્યરાત્રિ પછી લખીમપુર ખીરી જવા રવાના થયા હતા. લખીમપુર ખેરી પહોંચતા પહેલા પોલીસે તેને હરગાંવ ખાતે કસ્ટડીમાં લીધા હતા.

શું છે સમગ્ર મામલો?
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા વિરોધીઓને બે વાહનો દ્વારા કચડી નાખવામાં આવ્યા બાદ લખીમપુર ખેરીમાં હિંસા ફાટી નીકળી હતી. લખીમપુરમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મૃત્યુ થયા છે. ખેડૂતોનો દાવો છે કે આ ઘટનામાં 4 ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, ભાજપનું કહેવું છે કે તેના 4 કાર્યકરો મૃત્યુ પામ્યા છે. લખીમપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ કેટલાક વરિષ્ઠ IPS અધિકારીઓને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર પણ લખીમપુર પહોંચી ગયા હતા.

 

આ પણ વાંચો: LIC IPO: દેશના સૌથી મોટા IPO માટે નવેમ્બરમાં SEBI સમક્ષ LIC દસ્તાવેજો રજૂ કરશે, ક્યારે આવી શકે છે IPO?

આ પણ વાંચો: નીતિન પટેલની માર્મિક ટકોર, કહ્યું અમારી હાલત નાણાં વગરના નાથિયા જેવી

 

Published On - 7:16 am, Mon, 4 October 21