Fathers day 2021 : ફાધર્સ ડેનો ઈતિહાસ શું છે ? જુદા જુદા દેશોમાં અલગ દિવસે ઉજવાય છે ફાધર્સ ડે

Happy Fathers Day : માતાપિતા, મિત્ર અને જીવનમાં માર્ગદર્શક એવા વિશેષ વ્યકિતઓના મહત્વની ઉજવણી માટે કોઈ ચોક્કસ તારીખ કે દિવસની જરૂર હોતી નથી. આમ છતા,  દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવાય છે.

Fathers day 2021 : ફાધર્સ ડેનો ઈતિહાસ શું છે ? જુદા જુદા દેશોમાં અલગ દિવસે ઉજવાય છે ફાધર્સ ડે
હેપ્પી ફાધર્સ ડે
| Edited By: | Updated on: Jun 20, 2021 | 9:38 AM

Fathers day 2021 : આજે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. જો કે માતાપિતા, મિત્ર અને જીવનમાં માર્ગદર્શક એવા વિશેષ વ્યકિતઓના મહત્વની ઉજવણી માટે કોઈ ચોક્કસ તારીખ કે દિવસની જરૂર હોતી નથી. આમ છતા,  દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવાય છે. આ વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવાર આજે 20 જૂને ( 20 june ) રોજ હોવાથી ફાધર્સ ડેની ઉજવણી આજે કરાશે. ખાસ કરીને બાળકો ,આ દિવસની ખાસ રાહ જોતા હોય છે.

ફાધર્સ ડેની પરંપરા
ફાધર્સ ડે માટેની તારીખ અને વર્ષ દર વર્ષે બદલાતી રહે છે. મોટાભાગના દેશોમાં ફાધર્સ ડે જૂનમાં ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. આપણા જીવનમાં પિતાનું મહત્વ સમજાવવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. પરંપરાગત રીતે સ્પેન અને પોર્ટુગલ જેવા દેશો સેન્ટ જોસેફની યાદમાં 19 માર્ચે ફાધર્સ ડેની ઉજવણી કરે છે. તો તાઈવાનમાં ફાધર્સ ડેની ઉજવણી 8 ઓગસ્ટે કરવામાં આવે છે. થાઈલેન્ડમાં તો  5 ડિસેમ્બર, ભૂતપૂર્વ રાજા ભૂમિબોલ અદુલ્યાદેજનો જન્મદિવસને ફાધર્સ ડે તરીકે મનાવવામાં આવે છે.

ફાધર્સ ડે કેવી રીતે શરૂ થયો ?

એક વેબસાઈટની માહિતી મુજબ ફાધર્સ ડેનો ઈતિહાસ ખુશીનો નથી. યુનાઈટેડ સ્ટેટ્સમાં એક ભયાનક માઈનિંગ અકસ્માત પછી તેને પ્રથમ ચિહ્નિત કરવામાં આવ્યું હતું. 5 જુલાઈ, 1908ના રોજ વેસ્ટ વર્જિનિયાના ફેરમોન્ટમાં ખાણકામના દુર્ઘટનામાં સેંકડો માણસો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બધા માણસોની યાદમાં, જૂનના ત્રીજા રવિવારને આ દિવસ તરીકે સૂચવવામાં આવ્યો.

થોડા વર્ષો પછી અન્ય મહિલા, સોનોરા સ્માર્ટ ડોડે ફરીથી તેના પિતાના સન્માનમાં ફાધર્સ ડેની ઉજવણી કરવાનું શરૂ કરી, જે એક સિવિલ વોરના દિગ્ગજ હતા. જેમણે છ બાળકોને એક માતાપિતા તરીકે ઉછેર્યા હતા. રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન દ્વારા જૂનના ત્રીજા રવિવારે વાર્ષિક ઉજવણી કરવામાં આવતા 1972માં એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. ત્યાં સુધી ફાધર્સ ડેની ઉજવણી આટલી લોકપ્રિય નહોતી.