આજથી FASTags ફરજિયાત, ફાસ્ટેગ નહીં હોય તો લેવામાં આવશે બમણો ટોલ

|

Feb 15, 2021 | 11:55 AM

જો તમારી કારમાં ફાસ્ટટેગ નહીં લગાવેલો હોય તો તમારે બમણો ટોલ ટેક્સ આપવો પડશે. કારણ કે, આજથી દેશના તમામ ટોલ ટેક્સ પર ફાસ્ટટેગ ફરજિયાત થઇ ગયો છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ રવિવારે રાત્રે 12 વાગ્યાથી તમામ ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરવાના નિર્દેશ આપી દીધા હતા.

જો તમારી કારમાં ફાસ્ટટેગ નહીં લગાવેલો હોય તો તમારે બમણો ટોલ ટેક્સ આપવો પડશે. કારણ કે, આજથી દેશના તમામ ટોલ ટેક્સ પર ફાસ્ટટેગ ફરજિયાત થઇ ગયો છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ રવિવારે રાત્રે 12 વાગ્યાથી તમામ ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરવાના નિર્દેશ આપી દીધા હતા અને તેથી આ નિર્દેશ અનુસાર કેશ લેન બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી હવે વાહનોને ટોલ માત્ર ફાસ્ટેગથી જ આપવો પડશે. જેમની પાસે ફાસ્ટેગ નહીં હોય, તેમણે બમણો ટોલ આપવો પડશે. NHAIએ અગાઉ 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં તેને દોઢ મહિના માટે વધારી દેવામાં આવ્યો હતો અને 15 ફેબ્રુઆરીથી જ અનિવાર્ય રૂપથી ટોલની ચૂકવણી ફાસ્ટેગથી જ કરવાનો નિર્ણય કરાયો હતો. જેથી હવે તમામ ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરી દેવામાં આવી છે.

Published On - 11:52 am, Mon, 15 February 21

Next Video