Farmer Protest: રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનનું આંદોલન સમાપ્ત, હિંસાની ઘટનાથી વ્યથિત થઈને લીધો નિર્ણય

|

Jan 27, 2021 | 6:02 PM

Farmer Protest: દિલ્હીમાં ગઈકાલે થયેલી ઘટના અને ખેડુતો દ્વારા આચરવામાં આવેલી હિંસાનાં પડઘા આજે પડી રહ્યા છે અને એકશનમાં આવેલા બે મોટા ખેડુત સંગઠનોએ હડતાળને સમાપ્ત કરવાની જોહેરાત કરી હતી

Farmer Protest: દિલ્હીમાં ગઈકાલે થયેલી ઘટના અને ખેડુતો દ્વારા આચરવામાં આવેલી હિંસાનાં પડઘા આજે પડી રહ્યા છે અને એકશનમાં આવેલા બે મોટા ખેડુત સંગઠનોએ હડતાળને સમાપ્ત કરવાની જોહેરાત કરી હતી. આ ઘટનાનાં પગલે હવે ખેડૂત આંદોલન સમેટાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજધાની દિલ્હીમાં ખેડુતો દ્વારા આચરવામાં આવેલા કૃત્યને જોતા આંદોલન કરી રહેલા બે સંગઠનોએ આંદોલન સમેટી લીધુ જેમાં રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠને આંદોલન સમાપ્ત કર્યાની જાહેરાત કરતા ખેડુત વર્તુળોમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. આ સાથે જ ભારતીય કિસાન યુનિયન(ભાનુ)એ પણ આંદોલન સમાપ્ત કર્યું. આ અંગે ખેડૂત નેતા વીએમ સિંહનું મોટુ નિવેદન સામે આવ્યું હતું કે અમે આંદોલન અહીં જ સમાપ્ત કરીએ છીએ કેમકે રાકેશ ટિકૈતે અમારી વાત ન માની અને કાલની ઘટનાથી દુઃખી થઇને અમારૂ સંગઠન આંદોલન સમેટે છે. બે મોટા કિસાન સંગઠન હડતાળમાંથી પાછા હટી જતા હવે જલ્દી આ આંદોલન પર પૂર્ણ વિરામ લાગી શકે છે.

 

Next Video