Farmer Protest: કયાં સુધી શરૂ રહેશે ખેડૂત આંદોલન? રાકેશ ટીકૈતે કરી મોટી જાહેરાત

|

Feb 06, 2021 | 5:11 PM

કેન્દ્ર સરકારના ખેડૂત કાયદાઓ સામે વિવિધ ખેડૂત સંગઠનો છેલ્લા 2 મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે આ આંદોલન ક્યારે પૂરું થશે અને સૌ કોઈના મુખે એક જ પ્રશ્ન છે કે આ ખેડૂત આંદોલન કયાં સુધી શરૂ રહેશે.

Farmer Protest: કયાં સુધી શરૂ રહેશે ખેડૂત આંદોલન? રાકેશ ટીકૈતે કરી મોટી જાહેરાત
Rakesh Tikaite (File Image)

Follow us on

કેન્દ્ર સરકારના ખેડૂત કાયદાઓ સામે વિવિધ ખેડૂત સંગઠનો છેલ્લા 2 મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે આ આંદોલન ક્યારે પૂરું થશે અને સૌ કોઈના મુખે એક જ પ્રશ્ન છે કે આ ખેડૂત આંદોલન કયાં સુધી શરૂ રહેશે. આજે ખેડૂતોએ દેશભરના સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર ચક્કાજામનું એલાન કર્યું હતું. આ ચક્કાજામ દરમિયાન ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટીકૈતે ખેડૂત આંદોલન કયાં સુધી શરૂ રહેશે એ અંગે મોટી જાહેરાત કરી છે.

 

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટીકૈતે શનિવારે ચક્કાજામ બાદ મોટું એલાન કરતાં કહ્યું કે તેઓ 2 ઓક્ટોબર સુધી ગાઝીપુર બોર્ડર પર કૃષિ કાયદાઓનો વિરોધ ચાલુ રાખશે. કૃષિ કાયદા નાબૂદ કરવાની માંગ સાથે ખેડૂતો 2 મહિનાથી વધુ સમયથી દિલ્હીમાં વિવિધ સીમાઓ પર દેખાવો કરી રહ્યા છે. દિલ્હી-ઉત્તરપ્રદેશ સીમા પર એટલે કે ગાઝીપુર સીમા પર રાકેશ ટીકૈતના નેતૃત્વમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ પહેલા પણ રાકેશ ટીકૈતે અનેકવાર કહ્યું છે કે કેન્દ્ર સરકાર ત્રણેય કાયદા રદ કરશે, ત્યારે જ ખેડૂતો આંદોલન આટોપી પાછા ફરશે.

 

આ પણ વાંચો: તિરૂપતિમાં 4 માર્ચે દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે ગૃહપ્રધાન અમિત શાહ, 8 રાજ્યોના CM થશે સામેલ

Next Article