FARMER PROTEST: સંયુક્ત કિસાન મોર્ચાનું મોટું એલાન, 6 ફેબ્રુઆરીએ દેશભરમાં કરશે ચક્કાજામ

|

Feb 01, 2021 | 10:50 PM

FARMER PROTEST: એક આજુ દિલ્હીમાં બોર્ડર સીલ કરવામાં આવી છે, ત્યારે ખેડૂતો હવે આ આંદોલનને દિલ્હી બહાર લઇ જવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે.

FARMER PROTEST: સંયુક્ત કિસાન મોર્ચાનું મોટું એલાન, 6 ફેબ્રુઆરીએ દેશભરમાં કરશે ચક્કાજામ
File Photo

Follow us on

FARMER PROTEST: કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓને લઈને દિલ્હીમાં ખેડૂતો લગભગ 60 દિવસથી આંદોલન કરી રહ્યા છે. 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કર્યા બાદ હવે ખેડૂતો આ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ચક્કાજામ કરવા જઈ રહ્યા છે. દિલ્હીમાં સંયુક્ત કિસાન મોર્ચાએ આ અંગે મોટું એલાન કરતા કહ્યું જે 6 ફેબ્રુઆરીના દિવસે કૃષિ કાયદાઓના વિરોધમાં દેશભરમાં ચક્કાજામ કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે 6 ફેબ્રુઆરીના રોજ દેશના તમામ રાજ્યોમાં બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે.

દિલ્હીમાં ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા બાદ હવે સરકાર સતર્ક બની છે. દિલ્હીમાં બોર્ડર સીલ કરવામાં આવી છે, ત્યારે ખેડૂતો હવે આ આંદોલનને દિલ્હી બહાર લઇ જવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે. 6 ફેબ્રુઆરીની ચક્કાજામની જાહેરાત આ કારણે જ કરવામાં આવી હોય એવું માની શકાય. ખેડૂતો દ્વારા દેશભરમાં સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે તો વાહન વ્યવહારને મોટું નુકસાન થશે.

Published On - 10:47 pm, Mon, 1 February 21

Next Article