વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ‘ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમા ઈતિહાસનો બહુપ્રતીક્ષિત સુધારો’

|

Jan 24, 2022 | 11:07 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની (Netaji Subhash Chandra Bose) 125મી જન્મજયંતિ પર રાષ્ટ્રીય રાજધાનીના ઈન્ડિયા ગેટ ખાતે તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમા ઈતિહાસનો બહુપ્રતીક્ષિત સુધારો
External Affairs Minister S Jaishankar - File Photo

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રવિવારે સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની (Netaji Subhash Chandra Bose) 125મી જન્મજયંતિ પર રાષ્ટ્રીય રાજધાનીના ઈન્ડિયા ગેટ ખાતે તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નેતાજીની હોલોગ્રાફિક પ્રતિમાના અનાવરણની પ્રશંસા કરતા કહ્યું કે, તે “ઇતિહાસનો લાંબા સમયથી રાહ જોવાતો સુધારો” છે. તેમણે ટ્વિટર પર એમ પણ કહ્યું કે આ ન્યૂ ઈન્ડિયાનો સંદેશ છે.

વિદેશ મંત્રી જયશંકરે પોતાના પ્રથમ ટ્વીટમાં કહ્યું કે, “ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હાજરી ઇતિહાસમાં લાંબા સમયથી રાહ જોવાતી સુધારણા છે. સામ્રાજ્યવાદ સામે લડનાર અને સંસ્થાનવાદનો અંત લાવવા દબાણ કરનાર નેતાને યોગ્ય રીતે ઓળખવામાં આવે છે. દુનિયા સાથે વ્યવહાર કરતી વખતે આપણે આપણી જાત પ્રત્યે સાચા રહીશું.

આપણે નેતાજીની ‘કેન ડુ’ અને ‘વિલ ડૂ’ની ભાવનામાંથી પ્રેરણા લેવી પડશે: પીએમ

તે જ સમયે, નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યા પછી એક સભાને સંબોધતા, વડા પ્રધાને કહ્યું હતું કે, 2047 માં દેશની આઝાદીના સોમા વર્ષ પહેલા વિશ્વની કોઈ પણ શક્તિ ‘નવા ભારત’ના નિર્માણનું લક્ષ્ય પ્રાપ્ત કરતા અટકાવી શકશે નહીં. આ સાથે જ કોંગ્રેસની અગાઉની સરકારો પર આડકતરી રીતે નિશાન સાધતા તેમણે કહ્યું કે, આઝાદી બાદ દેશની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે અનેક મહાન વ્યક્તિઓના યોગદાનને ભૂંસી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આજે દેશ આ ભૂલોને સુધારી રહ્યો છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

પીએમે કહ્યું કે, આપણે નેતાજી બોઝની “કેન ડુ” અને “વીલ ડુ”ની ભાવનામાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડશે. બોઝે આપણામાં આઝાદ અને સાર્વભૌમ ભારત હોવાનો આત્મવિશ્વાસ જગાવ્યો અને બ્રિટિશ શાસકોને ગર્વ, સ્વાભિમાન અને હિંમત સાથે કહ્યું કે, તેઓ આઝાદીની ભીખ નહીં માંગે પણ તેને હાંસલ કરશે. આ એક ઐતિહાસિક દિવસ છે, એક ઐતિહાસિક સ્થળ છે…આ પ્રતિમા આપણા રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાન માટે યોગ્ય શ્રદ્ધાંજલિ છે. સ્વતંત્રતા સંગ્રામમાં લાખો દેશવાસીઓની તપસ્યા સામેલ હતી પરંતુ તેમના ઈતિહાસને પણ સીમિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આજે આઝાદીના દાયકાઓ પછી દેશ તે ભૂલોને સુધારી રહ્યો છે.

મોદીએ બિરસા મુંડાના સન્માનમાં આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી, ડૉ. ભીમ રાવ આંબેડકર સાથે સંકળાયેલા ઐતિહાસિક સ્થળોના નિર્માણ અને પ્રચાર માટે, સરદાર પટેલની યાદમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીનું નિર્માણ, ભૂતકાળની ભૂલોને સુધારવા જેવા પગલાંનો ઉલ્લેખ કર્યો. . વડાપ્રધાને કહ્યું કે, લોકો હવે આઝાદીના સોમા વર્ષમાં નેતાજીના સપનાને સાકાર કરવાનું લક્ષ્ય રાખશે. તેમની સરકારે આંદામાનમાં એક ટાપુનું નામ નેતાજીના નામ પર રાખવાનો અને તેમની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું પણ નક્કી કર્યું છે.

હોલોગ્રામ પ્રતિમા 30,000 લ્યુમેન 4K પ્રોજેક્ટર દ્વારા સંચાલિત કરવામાં આવશે. એક અદ્રશ્ય 90 ટકા પારદર્શક હોલોગ્રાફિક સ્ક્રીન એવી રીતે મૂકવામાં આવે છે કે તે મુલાકાતીઓને જોઈ શકાતી નથી. સરકારે કહ્યું છે કે હોલોગ્રામની અસર બનાવવા માટે તેના પર નેતાજીની 3ડી તસવીર મૂકવામાં આવશે. આ પ્રતિમાનું કદ 28 ફૂટ ઊંચું અને 6 ફૂટ પહોળું છે.

આ પણ વાંચો: UP Election: પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વમાં સવાલો ઉઠ્યા, ટિકિટ મળ્યા બાદ પણ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે

આ પણ વાંચો: PM મોદી આજે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે કરશે વાતચીત, સર્ટિફિકેટ સાથે મળશે 1 લાખ રૂપિયા

Next Article