EXCLUSIVE : ‘બધુ જ ફેક છે નથી કર્યા લગ્ન’! પાકિસ્તાનમાં મળેલી મોંઘી ગિફ્ટ પર અંજૂએ આપ્યો જવાબ

|

Jul 30, 2023 | 10:11 AM

અંજુએ કહ્યું કે મારી દીકરી ડરી ગઈ છે, બધા પરેશાન થઈ રહ્યા છે. હું બોલી શકતી નથી. મીડિયામાં જે બતાવવામાં આવી રહ્યું છે એવું કંઈ નથી. લગ્નની વાત ખોટી છે. પરંતુ આ બધું જોઈને મારા પરિવારના સભ્યો પરેશાન છે અને તેથી જ તેઓ મારી સાથે વાત કરતા નથી

EXCLUSIVE : બધુ જ ફેક છે નથી કર્યા લગ્ન! પાકિસ્તાનમાં મળેલી મોંઘી ગિફ્ટ પર અંજૂએ આપ્યો જવાબ
EXCLUSIVE Everything is fake not married Anju said

Follow us on

રાજસ્થાનના અલવર જિલ્લામાંથી પાકિસ્તાન પહોંચેલી અંજૂને હવે પાકિસ્તાન તરફથી ઘણી ભેટ મળી રહી છે. ત્યાંના એક મોટા બિઝનેસમેને કથિત રીતે ઈસ્લામ કબૂલ કરવા બદલ અંજુને 40 લાખનો ફ્લેટ અને કેટલીક રકમ ચેક દ્વારા આપી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ પછી, એવું લાગી રહ્યું હતું કે અંજુ અને નસરુલ્લાના લગ્નના સમાચાર વિશેની શંકાઓ હતી તે સમાપ્ત થઈ ગઈ છે . પરંતુ આમ નથી અંજુએ TV9 સાથેની વાતચીત દરમિયાન ફરી એકવાર લગ્નની વાતને ખોટી કહી છે.

અંજૂએ કહ્યું કે મારી દીકરી ડરી ગઈ છે, બધા પરેશાન થઈ રહ્યા છે. હું બોલી શકતી નથી. મીડિયામાં જે બતાવવામાં આવી રહ્યું છે એવું કંઈ નથી. લગ્નની વાત ખોટી છે. પરંતુ આ બધું જોઈને મારા પરિવારના સભ્યો પરેશાન છે અને તેથી જ તેઓ મારી સાથે વાત કરતા નથી. મારા બાળકો ખૂબ ડરે છે અને આ જ કારણ છે કે હું તેમની સાથે વાત કરી શકતી નથી.

તેણે TV9ને કહ્યું, મારા બાળકોને કહો, હું તેમને ખૂબ પ્રેમ કરું છું.

આ દરમિયાન અંજૂ ભાવુક થઈ ગઈ અને કહ્યું કે મારા બાળકોને કહો કે હું તેમને ખૂબ પ્રેમ કરું છું. મારા શબ્દો એન્જલ (અંજૂની પુત્રી) સુધી પહોંચાડો અને તેને સમજાવો કે હું તેને ખૂબ પ્રેમ કરું છું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પઠાણ લોકો ખૂબ જ આતિથ્યશીલ છે

TV9એ મોંઘી ગિફ્ટ્સ અને ફ્લેટ પર પણ સવાલો પૂછ્યા હતા, જેના પર અંજૂએ કહ્યું કે હા, મને આ ગિફ્ટ્સ મળી છે. તે એટલા માટે કે પઠાણ લોકો ખૂબ જ આતિથ્યશીલ છે અને તેથી જ તેઓએ મને આવકારવા માટે આ ભેટો આપી છે. બાકી જે બતાવવામાં આવી રહ્યું છે તેવું કંઈ નથી.

હવે મારી પાસે વિઝા છે, હું સરળતાથી આવીશ

ભારત પાછા ફરવા પર અંજૂએ કહ્યું કે હું માત્ર એક અઠવાડિયા માટે આવી હતી, પરંતુ સંજોગો એવા બની ગયા છે કે હું અત્યાર સુધી અહીં જ રહી છું. અંજૂએ કહ્યું કે હું અહીં બિલકુલ ઠીક છું, મને કોઈ સમસ્યા નથી. હવે મારી પાસે વિઝા છે અને હું આરામથી આવીશ. અહીં આવીને મેં કોઈ ગુનો કર્યો નથી. બધા ફરવા આવે છે, પર્યટકો લાહોર અને કરાચી ફરવા આવે છે, એ જ રીતે હું પણ આવી છું, કોઈ ગુનો નથી કર્યો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:00 am, Sun, 30 July 23

Next Article