માનવતાની મિસાલ સબ ઈન્સ્પેક્ટર શ્રીષા, લાવારિસ લાશને ખભા પર લઇ જઈને કરી અંતિમ વિધિ

લાવારિસ લાશને કોઈ અડકવા પણ તૈયાર નહોતું. ત્યારે લેડી ઇન્સ્પેકટરે લાશને ઉપાડી જ નહીં પરંતુ તેને લઈને બે કિલોમીટર ચાલ્યા અને એના અંતિમ સંસ્કાર પણ કર્યા

માનવતાની મિસાલ સબ ઈન્સ્પેક્ટર શ્રીષા, લાવારિસ લાશને ખભા પર લઇ જઈને કરી અંતિમ વિધિ
માનવતાની મિસાલ
| Edited By: | Updated on: Feb 02, 2021 | 4:18 PM

ઘણા લોકો સમાજમાં તેમની ઉદારતાથી એવા કામ કરતા હોય છે કે અન્ય લોકો માટે ઉદાહરણ બની જાય છે. આવું જ કંઈક આંધ્રપ્રદેશના એક ગામમાં જોવા મળ્યું. આ ગામમાં એક લાવારિસ લાશને લોકો અડકવા પણ તૈયાર નહોતા. ત્યારે એક લેડી ઇન્સ્પેકટરે શબને ખભા પર ઉઠાવી. આ લેડી ઇન્સ્પેકટરે લાશને ઉપાડી જ નહીં પરંતુ તેને લઈને બે કિલોમીટર ચાલ્યા અને એના અંતિમ સંસ્કાર પણ કર્યા.

શ્રીકાકુલમ જિલ્લાના કાસિબુગ્ગામાં સબ ઇન્સ્પેક્ટર કે. શ્રીષા પોતાની ફરજ બજાવે છે. જેઓ માનવતાની મિશાલ બનીને સામે આવ્યા છે. આ શ્રીષાનું નહોતું પરંતુ આ કામ એમની ડ્યુટીથી પણ આગળનું હતું. આદિવીકોટ્ટુરુ ગામના એક ખેતરમાં લોકોએ એક લાવારિસ લાશ જોઈ. પરંતુ કોઈ તે શબની નજીક જવાની પણ હિંમત નહોંતું કરી રહ્યું. જાણવામાં આવ્યું કે આ વ્યક્તિ તેણે ભીખ માંગીને પેટ ભરતી હતી. પરંતુ તેનું ઘર ક્યા છે તેની જાણ કોઈને નહોતી.

માનવતાની મિસાલ

શ્રીષાને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે જોયું અંતિમ સંસ્કાર તો દુર લોકો લાશ પાસે જતા પણ ડરતા હતા. કદાચ લોકો કોરોના સંક્રમણના કારણે ડરી રહ્યા હતા.

આ બાદ શ્રીષાએ જે કર્યું તેના સૌ કોઈ વખાણ કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી. કૃષ્ણા રેડ્ડીએ પણ યુવા પોલીસ અધિકારીના માનવતાવાદી પગલાની પ્રશંસા કરતાં ટ્વિટ કર્યું હતું. જેમાં કહ્યું હતું કે સત્તાવાર ફરજથી આગળ વધીને તિમ સંસ્કાર કરવામાં મદદ કરવાની આ ઘટના બતાવે છે કે આપણા દેશના દરેક પોલીસ કર્મી પોતાના અંદર માનવીય મૂલ્યો ધરાવે છે.