મિત્રતાની મિસાલ: 230KM ટ્રેનનો પીછો કરી મિત્રની બહેનને બચાવી, અપહરણ કરીને લઇ ગયા હતા ગુંડા

|

Jun 19, 2021 | 12:40 PM

મિત્રની બહેનનું અપહરણ કરીને ગુંડા લઇ જઈ રહ્યા હતા. આવામાં મિત્રની મદદ માટે અને તેની બહેનને બચાવવા માટે એક યુવાને 230 કિલોમીટર સુધી ટ્રેનનો પીછો કરીને મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મિત્રતાની મિસાલ: 230KM ટ્રેનનો પીછો કરી મિત્રની બહેનને બચાવી, અપહરણ કરીને લઇ ગયા હતા ગુંડા
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

મિત્રતાની વાતો તો ઘણી સાંભળી હશે પરંતુતાજેતરમાં એક ઘટના એવી બની છે જેણે મિત્રતાનો અર્થ સમજાવ્યો છે. વાત જાણે એમ છે કે UP ના બાંદા જિલ્લાના બીસંડા ક્ષેત્રમાં એક મિત્રની મદદ કરીને બીજા મિત્રએ દોસ્તીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઘટના 10 જૂનની છે. બીસંડાના એક ગામના યુવકે 17 વર્ષની મુસ્લિમ યુવતીનું અપહરણ કર્યું હતું. જે બાદ તેણે બાંદા રેલ્વે સ્ટેશનથી તુલસી એક્સપ્રેસમાં બેસાડી. આ જગ્યાએ અપહરણ કરનારા યુવકે યુવતીને ચાર અન્ય યુવાનોને આપી દીધી.

મિત્ર આવ્યો મદદે

ચાર યુવાનો મળીને આ યુવતીને મુંબઈ લઇ જઈ રહ્યા હતા. ગામમાં બહેનને ઘરમાં ના જોતા તેનો ભાઈ હેરાન પરેશાન થઇ ગયો. અને મુસ્લિમ યુવકે તેની બહેનને શોધવા માટે તેના એક હિંદુ મિત્રને વાત કરી. બંને મિત્રો મળીને સૌથી પહેલા અતરા રેલ્વે સ્ટેશન ગયા પરંતુ ત્યાં કંઈ જાણકારી મળી નહીં. ત્યાં ઘણી મહેનત કર્યા બાદ પણ CCTV ફૂટેજ પણ જોવા ના મળ્યા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ટ્રેનમાંથી એક મિત્રએ આપી જાણકારી

શોધખોળ કરતી વખતે ત્રીજા મિત્રએ તે મુસ્લિમ યુવક સાથે વાત કરી. તે પણ તુલસી એક્સપ્રેસ દ્વારા મુંબઇ જવા માટે બાંદા રેલ્વે સ્ટેશન પહોંચ્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન બહેનના અપહરણની જાણકારી આપી હતી અને તેના ફોટા વોટ્સએપ પર મોકલ્યા અને ટ્રેનમાં શોધવા માટે કહ્યું. અને બંને મિત્રો પણ બાંદા સ્ટેશન પહોંચ્યા. એટલામાં જ ટ્રેનમાં રહેલા મિત્રે જણાવ્યું કે કોચ નંબર ત્રણમાં ચાર યુવકો તમારી બહેનની આજુબાજુ બેઠા છે.

જાણકારી મળતા જ હિંદુ મિત્રએ પોતાની બહેનની કાર બોલાવી અને ટ્રેનનો પીછો કર્યો. ઘણા સ્ટેશન સુધી ગયા બાદ પણ ટ્રેન આગળ નીકળી ગઈ હતી. તેઓને આગળ પહોંચતા જાણ થઇ કે રેલ્વે સ્ટેશન પહોંચતાં ટ્રેન ઝાંસી જવા રવાના થઈ ગઈ હતી. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ત્યારબાદ તેમણે ઝાંસી જીઆરપીનો સંપર્ક સાધ્યો અને કોચ નંબર અને યુવતીનો ફોટો મોકલ્યો. માહિતી મળતા જ ઝાંસી જીઆરપીએ કાર્યવાહી કરીને યુવતીને બચાવી લીધી. પરંતુ અપહરણ કરનાર આરોપી છટકી ગયો. છેવટે 230 કિલોમીટર સુધી ટ્રેનનો પીછો કર્યા બાદ બંને મિત્રોને સફળતા મળી જ ગઈ.

કાર્યવાહી વગર છોડી દેવાયો આરોપી

બંને મિત્રોના જણાવ્યા મુજબ કિશોરની શોધ દરમિયાન બિસાંડાએ પોલીસની મદદ માટે અનેક વખત સીયુજી નંબર પર ફોન કર્યો હતો, પરંતુ ફોન લાગ્યો ન હતો. યુવતી મળી ગયા બાદ પ્રાદેશિક પોસ્ટ પ્રભારીને જાણ કરવામાં આવી હતી, અને શંકાસ્પદને બાનમાં લેવામાં આવ્યો હતો. પરંતુ બીજા જ દિવસે કાર્યવાહી કર્યા વગર છોડી દેવાના અહેવાલ પણ આવ્યા છે. નિરાશ થઈને પીડિતાના ભાઈએ તેની અગ્નિપરીક્ષા સોશ્યલ મીડિયા પર વાયરલ કરી, જેના કારણે મામલો ગરમાયો છે.

 

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે કરી શકે છે મહત્વપૂર્ણ બેઠક, આ રહેશે Agenda

આ પણ વાંચો: આ રાજ્યની સરકારે બે ધારાસભ્યોના પુત્રોને આપી દીધી સરકારી નોકરી, મામલો ગરમાયો

Next Article