પરિસ્થિતિ વણસી: હોસ્પિટલમાં ભરતી થયાના 48 કલાકમાં દર બીજા દર્દીનું થઇ રહ્યું છે મોત

|

Apr 14, 2021 | 11:06 AM

કોરોનાના કેસ સાથે મૃત્યુદર ખુબ વધી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ સતત સ્મશાનના વિડીયો અને તેમાં પણ લાઈનો જોવા મળી રહી છે.

પરિસ્થિતિ વણસી: હોસ્પિટલમાં ભરતી થયાના 48 કલાકમાં દર બીજા દર્દીનું થઇ રહ્યું છે મોત
રચનાત્મક તસ્વીર

Follow us on

દેશના જુદા જુદા ભાગોથી સોશિયલ મીડિયા પર સ્મશાન અને કબ્રસ્તાનની હાલત દર્શાવતા વિડીયો સામે આવી રહ્યા છે. પરંતુ આ મૃત્યુ પાછળનું વાસ્તવિક કારણ છે કે રાજ્યોએ અગાઉની ઘટનાઓમાંથી શીખ લીધી નથી. કેન્દ્રના અહેવાલ મુજબ દર્દી દેશની હોસ્પિટલોમાં દાખલ થયાના 48 કલાકની અંદર મરી રહ્યા છે.

કોરોનાથી દર બીજી મૃત્યુ 48 અને ત્રીજી 72 કલાકમાં થઇ રહી છે. પરિસ્થિતિ એટલી ખરાબ બનવા માંડી છે કે જ્યારે દર્દીઓ તેમના શ્વાસ ખૂટવા લાગે છે ત્યારે હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. આ સ્થિતિ મહારાષ્ટ્ર, છત્તીસગ, મધ્યપ્રદેશ, પંજાબ સહિત ઘણા રાજ્યોની હોસ્પિટલોની છે. તબીબી સંબંધમાં, સ્થિતિ એકદમ ગંભીર માનવામાં આવે છે જેમાં વાયરસ દર્દીના ફેફસા સુધી પહોંચી જાય છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે સક્રિય દર્દીને આ સ્થિતિમાં પ્રવેશવા માટે ઓછામાં ઓછા 6 થી 9 દિવસનો સમય લાગે છે, પરંતુ સ્થિતિ એ છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં 40 થી 45 ટકા લોકો છેક સારવારના તબક્કે હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. થોડા કલાકો પછી તે મરી રહ્યા છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

10 માર્ચથી 10 એપ્રિલ સુધીની ખરાબ સ્થિતિ

રોગ નિયંત્રણના રાષ્ટ્રીય કેન્દ્રના અહેવાલ મુજબ, આ વર્ષે માર્ચથી 10 એપ્રિલ સુધીમાં કોરોનાથી થતાં મોટાભાગના મૃત્યુ હોસ્પિટલમાં દાખલ થયાના પહેલા ત્રણ દિવસમાં નોંધાયા છે. ગયા વર્ષે પણ આવી જ સ્થિતિ હતી જ્યારે મંત્રાલયે રાજ્યો સાથે બેઠક યોજીને તેમને રોકવામાં સફળતા મેળવી હતી. જો કે, સમાન કટોકટી ફરીથી દર્શાવે છે કે રાજ્યો અગાઉની ઘટનાઓથી કીન શીખ્યા નથી.

વધુ મોતનું મુખ્ય કારણ

યોગ્ય રીતે નિરીક્ષણ કરવામાં આવતું નથી, એકવાર કોઈ પણ જિલ્લામાં સંક્રમણ પુષ્ટિ થઈ જાય પછી, જિલ્લા તબીબી ટીમને મોનિટર કરવાની જરૂર છે. જો દર્દી લક્ષણો વિના હોય, તો પછી તેને અલગ રાખવામાં આવે અને તો સ્થિતિ બગડતી હોય તો તાત્કાલિક દાખલ કરવામાં આવે છે. આ કરવામાં ટીમ નિષ્ફળ રહી છે.

દર્દીઓનું જૂઠ્ઠાણું

ઘણા દર્દીઓ અઈસોલેશન ઝોનના ભયને કારણે તેમની સ્થિતિ છુપાવે છે. જ્યારે તેમની સ્થિતિ બગડવાની શરૂઆત થાય છે, છેક ત્યારે તેમને ઝડપથી દાખલ કરવામાં આવે છે. આ કારણે સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે.

 

આ પણ વાંચો: મહાકુંભમાં જનમેદની વચ્ચે કોરોનાનો પ્રકોપ: 100 થી વધુ ભક્તો અને 20 સાધુ-સંતો કોરોના પોઝિટિવ

આ પણ વાંચો: હોસ્પિટલ સ્ટાફ લાગ્યો હતો મંત્રીજીની જીહજૂરીમાં, બહાર કોરોનાના દર્દીએ તડપી તડપીને લીધા છેલ્લા શ્વાસ

Next Article