Election Results 2021: જીતની ઉજવણી પર ચૂંટણીપંચે લીધુ સંજ્ઞાન કહ્યું તરત કરો FIR

|

May 02, 2021 | 4:07 PM

ચૂંટણીના પરિણામો બાદ અલગ અલગ રાજકીય પાર્ટીઓ દ્વારા ભેગા થવા અને જીતની ઉજવણી પણ કેન્દ્રીય ચૂંટણીપંચે સંજ્ઞાન લેતા પાંચ રાજ્યોના ચીફ સેક્રેટરીને નિર્દેશ કર્યો છે કે તરત કાર્યવાહી કરવામાં આવે.

Election Results 2021: જીતની ઉજવણી પર ચૂંટણીપંચે લીધુ સંજ્ઞાન કહ્યું તરત કરો FIR
Election Commission

Follow us on

Election Results 2021: ચૂંટણીના પરિણામો બાદ અલગ અલગ રાજકીય પાર્ટીઓ દ્વારા ભેગા થવા અને જીતની ઉજવણી પણ કેન્દ્રીય ચૂંટણીપંચે સંજ્ઞાન લેતા પાંચ રાજ્યોના ચીફ સેક્રેટરીને નિર્દેશ કર્યો છે કે તરત કાર્યવાહી કરવામાં આવે.

 

ચૂંટણી પરિણામો બાદ જીતની ઉજવણી કરવાના સમાચાર પર ચૂંટણી આયોગે કહ્યું કે આવા મામલાઓમાં તરત એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવે. સંબંધિત પોલિસ સ્ટેશનના અધ્યક્ષને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવે. જે કાર્યવાહી કરવામાં આવે તેની જાણકારી કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલવામાં આવે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણી માટે આજ મતોની ગણતરી થઈ રહી છે. બંગાળ, તમિલનાડુ, અસમ,  કેરળ, પુડુચેરીમાં લગભગ સ્થિતિ સાફ થઈ ગઈ છે. રુઝાન હવે પરિણામની તરફ આગળ વધી રહ્યા છે. રુઝાનને જોઈ અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ ઉજવણી માટે રોડ પર ઉતરી આવ્યા. કોરોનાકાળના કારણે ચૂંટણીપંચે જીતની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો હતો.

 

મદ્રાસ અને કેરળ હાઈકોર્ટે જીતની ઉજવણી કરવા બદલ અને આતશબાજી પર રોક લગાવી હતી. મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે તમિલનાડુમાં નેતાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી કે કોવિડ-19 મહામારીનેે ધ્યાને રાખતા વિધાનસભા ચૂંટણીના પરિણામોની બે મેએ જાહેરાત બાદ ઉજવણી ન કરે કે ફટાકડા ન ફોડે.

 

કેરળ હાઈકોર્ટે પણ 2 મેના રોજ રાજ્યમાં થનારી મતગણતરીને જોતા પોલીસ અને વિભિન્ન જિલ્લા અધિકારીઓેને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો કે 1મેથી ચાર દિવસ સુધી રાજ્યમાં ક્યાંય ભેડી ન ભેગી થાય.

 

આ પણ વાંચો: West Bengal Election 2021 : સાચી પડવા જઇ રહી છે પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી, ભાજપ માટે 100 બેઠકો મેળવવી પણ મુશ્કેલ

Next Article