આતંક ફેલાવનારાઓમાં શિક્ષીતો પણ સામેલઃ નરેન્દ્ર મોદી

|

Feb 19, 2021 | 12:38 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( pm narendra modi ) આજે વિડીયો કોન્ફરન્સથી પશ્ચિમ બંગાળના વિશ્વભારતીના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે યુવાનોમાં દેશનુ ભવિષ્ય બદલવાની તાકાત હોય છે. વિશ્વમાં આંતક ફેલાવનારાઓમાં શિક્ષીતો સામેલ થઈ રહ્યાં છે.

આતંક ફેલાવનારાઓમાં શિક્ષીતો પણ સામેલઃ નરેન્દ્ર મોદી
વિશ્વભારતીના વિદ્યાર્થીઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, (pm narendra modi) આજે પશ્ચિમ બંગાળના વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયના દિક્ષાત સમારોહને સંબોધતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, યુવાનોમાં દેશનુ ભવિષ્ય બદલવાની તાકાત છે. તમારે નકકી કરવાનું છે કે સમસ્યા ઉકેલવી છે કે સમસ્યાનો ભાગ બનવુ છે. સત્તામાં રહીને સંવેદનશીલ રહેવુ જરૂરી છે.એવી જ રીતે વિદ્વાને જવાબદાર બનવુ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે, વિશ્વમાં આજે જે લોકો આતંક ફેલાવી રહ્યાં છે તેમાં શિક્ષીત લોકો પણ છે. દેશમાં બનેલી નવી શિક્ષણ નીતી, જુની ઘરેડનો તોડશે. વિદ્યાર્થીઓને તેમનુ સામર્થ્ય બતાવવાની પૂરેપૂરી તક સાપડશે. ભારતની આત્મનિર્ભરતા દેશની દિકરીઓના આત્મવિશ્વાસ વિના શક્ય જ નથી. વિડીયો કોન્ફરન્સથી સંબોધન દરમિયાન, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તેમજ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ ઉપસ્થિત રહ્યા હતા.

Next Article