Earthquake: રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા

|

Nov 20, 2021 | 7:42 AM

રાજસ્થાનના જાલોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પરંતુ કોઈ પ્રકારના જાનમાલનું નુકસાન થયું નથી.

Earthquake: રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા
File photo

Follow us on

રાજસ્થાનના(rajasthans) જાલોરમાં શુક્રવારે મોડી રાતે લગભગ 2.26 વાગ્યે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 હતી.

આ પહેલા 16 નવેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાન સરહદે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગુજરાતમાં પણ આંચકા અનુભવાયા હતા.ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ISR) દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર નજીક 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.

ભૂકંપ સાંજે લગભગ 7.25 કલાકે આવ્યો હતો. ISRએ માહિતીમાં જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી 136 કિમી ઉત્તર-પૂર્વમાં હતું. બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મિલકતને નુકસાન કે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રાજસ્થાનમાં અગાઉ ગુરુવારે સવારે ભૂકંપ આવ્યો હતો
ગુરુવારે સવારે રાજસ્થાનના જોધપુર વિભાગના સિરોહી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે અત્યાર સુધી કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર નથી. પરંતુ સવારે 3.30 વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા.

જિલ્લામાં આબુ રોડ, સ્વરૂપગંજ, પિંડવાડા, સિરોહી, માઉન્ટ આબુ સહિત અનેક સ્થળોએ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જોકે, આંચકા અનુભવાયા ત્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા. લોકોએ સોશિયલ મીડિયા પર ભૂકંપના આંચકા વિશે માહિતી શેર કરી.

તે જ સમયે, અત્યાર સુધી ભૂકંપ વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. અહીં, અરબી સમુદ્રના અખાતમાં બનેલા લો પ્રેશર વિસ્તારને કારણે રાજસ્થાન ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ દેખાઈ રહ્યું છે. જેના કારણે રાજસ્થાનના પશ્ચિમ વિસ્તાર સહિત સમગ્ર રાજસ્થાનમાં વાદળોની અવરજવર જોવા મળી રહી છે અને તાપમાનનો પારો પણ નીચે ઉતર્યો છે. લો પ્રેશર એરિયાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત પર અસરકારક રહેશે. જેની અસર રાજસ્થાન પર પણ પડશે.

ભૂકંપ શા માટે આવે છે?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ અથડાય છે, તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે, પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે વધુ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.

આ પણ વાંચો : Happy birthday Shilpa Shirodkar : 90 દાયકાની બ્યુટીફૂલ એક્ટ્રેસ શિલ્પા શિરોડકર ક્રિક્રેટર સચિન તેંડુલકર સાથેના સંબંધને લઈને આવી હતી ચર્ચામાં

આ પણ વાંચો : Viral: જન્મ બાદ તુરંત જ નાના ગજરાજે માતા સાથે મિલાવ્યા કદમ, મનમોહક તસ્વીર જીતી લેશે દિલ

Next Article