રામ મંદિર ભૂમિ પૂજન,માત્ર 3 કલાક અયોધ્યામાં રોકાશે PM MODI,વાંચો મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ

|

Aug 04, 2020 | 11:33 AM

અયોધ્યામાં આવતીકાલે રામ મંદિરનું ભૂમિ પૂજન અને શિલાન્યાસનો કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે અને રામમંદિરની આધારશિલા રાખશે. આ રહેલા સોમવારે સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચીને વડાપ્રધાનનાં કાર્યક્રમની તૈયારીની માહિતિ પણ મેળવી હતી. આવો તમને બતાવીએ કે વડાપ્રધાનનો કાલનો પ્રોગ્રામ શું હશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં આશરે 3 કલાક સુધી રોકાશે […]

રામ મંદિર ભૂમિ પૂજન,માત્ર 3 કલાક અયોધ્યામાં રોકાશે PM MODI,વાંચો મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ
http://tv9gujarati.in/eaam-mandir-bhum…tu-minit-program/

Follow us on

અયોધ્યામાં આવતીકાલે રામ મંદિરનું ભૂમિ પૂજન અને શિલાન્યાસનો કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે અને રામમંદિરની આધારશિલા રાખશે. આ રહેલા સોમવારે સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચીને વડાપ્રધાનનાં કાર્યક્રમની તૈયારીની માહિતિ પણ મેળવી હતી. આવો તમને બતાવીએ કે વડાપ્રધાનનો કાલનો પ્રોગ્રામ શું હશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં આશરે 3 કલાક સુધી રોકાશે જે દરમિયાન PM MODI મંદિરની આધાર શિલા રાખશે તેમજ અન્ય કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

કઈંક આવો હશે વડાપ્રધાન મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

  1. 5 ઓગસ્ટે સવારે 9.35 વાગ્યે દિલ્હીથી વડાપ્રધાનનું વિશેષ વિમાન લખનઉ માટે રવાના થશે
  2. આશરે એક કલાક પછી આ વિમાન 10.35 વાગ્યે લખનઉ એરપોર્ટ પર લેન્ડ કરશે
  3. એનાથી 10 મિનિટ પછી 10.45 વાગ્યે વડાપ્રધાન મોદી હેલીકોપ્ટરથી અયોધ્યા માટે પ્રસ્થાન કરશે
  4. વડાપ્રધાન મોદી આશરે 11.30 વાગ્યે અયોધ્યાનાં સાકેત કોલેજ પહોચશે, અહીંજ તેમના માટે હેલીપેડની વ્યવસ્થા કરવામાં આવી છે
  5. આ પછી પીએમ મોદી 11.40 વાગ્યે હનુમાન ગઢી પહોચશે, અહીં તેઓ પૂજા કરશે અને હનુમાનજીનાં દર્શન પણ કરશે
  6. આ પછી આશરે 12 વાગ્યા સુધી પીએમ મોદીનાં રામ જન્મભૂમિનાં પરિસરમાં પહોચી જશે
  7. અહીંયા રામલલ્લા પરિસરમાં 12.15 વાગ્યે પીએમ મોદી પારિજાતનાં છોડને રોપશે
  8. છોડને રોપ્યા બાદ પીએમ મોદી 12.30 વાગ્યે ભૂમિ પૂજન કાર્યક્રમનો શુભારંભ કરશે
  9. એક્ઝેટ 12.40 વાગ્યે પીએમ મોદીનાં વરદહસ્તે રામમંદિરની આધારશિલા મુકવામાં આવશે
  10. એ પછી 1.10 વાગ્યે પીએમ મોદી નૃત્યગોપાલદાસ વેદાંતીજી સહિત રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ કમિટિનાં લોકો સાથે મુલાકાત કરશે
  11. આ મુલાકાત પછી આશરે 2.05 વાગ્યે પીએમ મોદી સાકેત કોલેજનાં હેલીપેડ માટે રવાના થશે
  12. આના પછી આશરે 2.20 વાગ્યે પીએમ મોદીનું હેલીકોપ્ટર લખનઉ માટે રવાના થશે

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
Next Article