દિલ્હીના ગુડગાવમાં Alibaba Groupની ઓફિસ સહિત અન્ય ઠેકાણાઓ પર પોલીસના દરોડા, આરોપી GMને ભગાડવામાં કંપનીનું ષડયંત્ર હોવાની આશંકા

|

May 19, 2019 | 8:55 AM

Alibaba Groupની કંપની UCWebના અધિકારી અને કંપની આ બંને દેશની કાનૂનથી બચવાની કોશિશ કરી રહ્યા છે. હાલમાં જ ગાજીયાબાદ કોર્ટે Alibaba Groupની Alibaba Mobile Business Group/ UCWebના ભારત અને ઈન્ડોનેશિયા ઓફિસનો General Manager Damon Xi વિરુદ્ધ બે વખત નોન બેલેબલ વોરંટ કાઢી ચૂકી છે. કોર્ટે ડૈમન શી એટલે Yu xi સિવાય અન્ય એક ચાઈનિઝ કર્મચારી […]

દિલ્હીના ગુડગાવમાં Alibaba Groupની ઓફિસ સહિત અન્ય ઠેકાણાઓ પર પોલીસના દરોડા, આરોપી GMને ભગાડવામાં કંપનીનું ષડયંત્ર હોવાની આશંકા

Follow us on

Alibaba Groupની કંપની UCWebના અધિકારી અને કંપની આ બંને દેશની કાનૂનથી બચવાની કોશિશ કરી રહ્યા છે. હાલમાં જ ગાજીયાબાદ કોર્ટે Alibaba Groupની Alibaba Mobile Business Group/ UCWebના ભારત અને ઈન્ડોનેશિયા ઓફિસનો General Manager Damon Xi વિરુદ્ધ બે વખત નોન બેલેબલ વોરંટ કાઢી ચૂકી છે. કોર્ટે ડૈમન શી એટલે Yu xi સિવાય અન્ય એક ચાઈનિઝ કર્મચારી સ્ટીવન શી એટલે Peiwen Shi વિરુદ્ધ પણ બે વખત નોન બેલેબલ વોરંટ કાઢવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ 31 મે સુધી પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા ન રાખવાથી તમને 2 લાખનું નુકસાન થઈ શકે છે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ બંનેની ધરપકડ કરવા ઉત્તર પ્રદેશ પોલીસે ગુડગાવની પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન ચલાવ્યું છે. જેમાં 17 મેના દિવસે દરોડા પાડ્યા હતા. પોલીસે ગુડગાવની Time Tower બિલ્ડિંગમાં કંપનીના Essel Towerના અનેક બ્લોક પર દરોડા પાડ્યા હતા. આ જગ્યા પર કંપનીના ઘણા ચાઈનિઝ કર્મચારી ટૂરીસ્ટ અને બિઝનેસ વિઝા પર ભારતમાં આવે છે અને ગેરકાનૂની રીતે કામગીરી કરે છે. કેટલાક કર્મચારી તો મહિનાઓ સુધી અહીંયા વસવાટ પણ કરે છે.

જ્યારે પોલીસે કંપનીની ઓફિસમાં પહોંચ્યા તો બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જો કે વાત તો એવી છે કે આ કંપની એ માનવા તૈયાર જ નથી કે ચાઈનિઝ આરોપી તેમના કર્મચારી છે. જો કે ખુદ કંપનીએ Damon Xiને દુનિયાભરમાં Alibaba Mobile Business Groupના General Manager તરીકે અપોઈન્ટ કર્યા છે. જો કે કંપનીની HR Head યામિની સિમ્હાએ પોલીસને લેખીતમાં આપ્યું કે 28 મેના દિવસે ગાજીયાબાદ કોર્ટમાં થનારી સુનાવણીમાં બંનેને રજૂ કરશે.

TV9 Gujarati

 

Next Article