કોરોના કાળમાં ડોક્ટરની વાયરલ ચિટ્ઠી, દર્દીના પ્રિસ્ક્રિપ્શન પર લખી હૃદયને સ્પર્શી જાય તેવી વાત

|

Apr 24, 2021 | 11:39 AM

ભારતમાં કોરોનાના યુદ્ધમાં હારી ગયેલા મોટાભાગના લોકો ઓક્સિજનના અભાવથી મરી રહ્યા છે. એવામાં એક ડોકટરે હૃદયને સ્પર્શી જાય એવી વાત લખી છે.

કોરોના કાળમાં ડોક્ટરની વાયરલ ચિટ્ઠી, દર્દીના પ્રિસ્ક્રિપ્શન પર લખી હૃદયને સ્પર્શી જાય તેવી વાત
રચનાત્મક તસ્વીર

Follow us on

દેશ અને વિશ્વ કોરોના વાયરસનાથી પીડિત છે. રોજ મૃત્યુના આંકડા એવા જોવા મળે છે કે હચમચાવી જાય. એટલા મૃત્યુ થઇ રહ્યા છે કે તેના અંતિમ સંસ્કાર માટે સ્થાન ઓછું પડી રહ્યું છે. ભારતમાં કોરોનાના યુદ્ધમાં હારી ગયેલા મોટાભાગના લોકો ઓક્સિજનના અભાવથી મરી રહ્યા છે. હાલમાં હોસ્પિટલોમાં કોરોના દર્દીઓમાં ઓક્સિજન સિલિન્ડરોની માંગ વધી છે.

દરેક હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો ન હોવો એ મોટો મુદ્દો બની ગયો છે. આ બધાની વચ્ચે ડોકટરે તેમના પ્રિસ્ક્રિપ્શનમાં જે સૂચવ્યું તે ખૂબ પ્રેરણાદાયક છે. હકીકતમાં લોનાવાલા, મુંબઇના એક ડોકટરે દર્દીના પ્રિસ્ક્રિપ્શન પર મરાઠીમાં લખ્યું છે – જ્યારે તમે સ્વસ્થ થઇ જાઓ, ત્યાર પછી એક ઝાડ જરૂર રોપજો તો ત્યાં ક્યારેય ઓક્સિજનનો અભાવ રહેશે નહીં.

જેમ કે, ડોક્ટરની આ સલાહ એવી છે કે આપણે બધા બાળપણથી જ ભણતા હોઈએ છીએ અને તેનું મહત્વ પણ જાણીએ છીએ. પરંતુ ડોક્ટરે આ સમયે સાવચેતી રાખવી અને પ્રકૃતિ સાથે છેડા કરવાનું બંધ કરવાની સલાહ તે રીતે કાપલી પર લખીને લોકોને ફરી એકવાર જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

ઓક્સિજન ટેન્કર આયાત કરવામાં આવશે

રાજ્યોમાં કોવિડ -19 ચેપના ઝડપથી વધતા જતા કેસોને કારણે મેડિકલ ઓક્સિજનની તંગી થવાથી પગલે કેન્દ્ર સરકાર સિંગાપોર અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) થી ઓક્સિજન વહન કરવામાં સક્ષમ ક્ષમતાવાળા ટેન્કરોની આયાત કરવા માટે વાતચીત કરી રહી છે. ઓક્સિજનનો પુરવઠો વધારવા માટે બંધ થયેલા ઓક્સિજનના પ્લાન્ટ ફરી શરૂ કરવા આદેશ આપ્યા છે.

ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં કોરોના વાયરસ સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, ત્યારબાદ આ પગલું લેવામાં આવ્યું હતું. કેન્દ્રએ અલગ પત્રો દ્વારા તમામ રાજ્યોને તેમના સંબંધિત અધિકારક્ષેત્રોમાં ઓક્સિજન ઉત્પાદક પ્લાન્ટની સૂચિ તૈયાર કરવા અને ઓક્સિજનનો અવિરત પુરવઠો અને વહન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.

 

આ પણ વાંચો: બંગાળ પ્રચારમાં જનમેદની બાદ પાર્ટીઓને જનસેવાના અભરખા, આપી રહી છે ફ્રી વેક્સિનના વચનો

આ પણ વાંચો: Corona Duty: મહિલા કોન્સ્ટેબલને ન મળી રજા, પોલીસ સ્ટેશનમાં થઇ પીઠીની વિધિ

Published On - 11:37 am, Sat, 24 April 21

Next Article