Digital India: નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ લોન્ચ કરી

|

Jan 24, 2021 | 1:47 PM

Digital India: કોરોનાના કહેર અને સતત ડિજિટલ ઇન્ડીયાને પ્રોત્સાહન ઇન્ડીયાને પ્રોત્સાહન આપી રહેલી મોદી સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણએ કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ લોન્ચ કરી દીધી છે જેના પર બજેટ રજૂ થયા બાદ બજેટના લેખા જોખા થશે.

Digital India: કોરોનાના કહેર અને સતત ડિજિટલ ઇન્ડીયાને પ્રોત્સાહન ઇન્ડીયાને પ્રોત્સાહન આપી રહેલી મોદી સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણએ કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ લોન્ચ કરી દીધી છે જેના પર બજેટ રજૂ થયા બાદ બજેટના લેખા જોખા થશે. કેંદ્રીય બજેટ મોબાઇલ એપ દ્વારા સ્માર્ટફોન યૂઝર હિંદી અને અંગ્રેજી બંને ભાષાઓમાં બજેટની જાણકારી લઇ શકશે. આમ તો લોકો સુધી બજેટની પુરી જાણકારી પહોંચી શકે, આ ઇરાદાથી કેંદ્રીય બજેટ મોબાઇલ એપને તૈયાર કરવામાં આવી છે. બજેટની આ એપ એંડ્રોઇડ અને iOS પર ઉપલબ્ધ છે. આ મોબાઇલ એપને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને આર્થિક બાબતોના વિભાગના નેતૃત્વમાં બનાવી છે.

નાણા મંત્રાલયના અનુસાર એપનો યૂઝર ફ્રેંડલી ઇન્ટરફેસ હશે અને તેમાં 14 અલગ કેંદ્રીય બજેટના દસ્તાવેજોનો એક્સેસ યૂઝર્સને મળશે જેમાં વાર્ષિક ફાઇનેંસિયલ સ્ટેટમેંટ ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ અને ફાઇનેન્સ બિલ સામેલ છે. નાણા મંત્રાલય તરફથી જે જાણકારી અત્યાર સુધી સામે આવી છે, તેના અનુસાર એપના ફીચર્સમાં ડાઉનલોડ, પ્રિંટ, સર્ચ, ઝૂમ ઇન અને આઉટ, બંને દિશાઓમાં સ્કોલ કરવું, કન્ટેન્ટ ટેબલ અને એક્સર્ટનલ લિંક સામેલ છે.

 

Published On - 1:45 pm, Sun, 24 January 21

Next Video