DELHIનો ચાલાક ચોર, PPE કીટ પહેરી તફડાવ્યાં 13 કરોડના સોના-ચાંદીના ઘરેણાં

|

Jan 21, 2021 | 8:49 PM

ચોર ચોરી કરવા માટે અવનવી પદ્ધતિ અપનાવતા હોય છે અને ચોરી કર્યા બાદ પોતે પકડાય નહીં તેના ભયના કારણે ચોરીના સ્થળે કોઈ નિશાન છૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખતા હોય છે,

DELHIનો ચાલાક ચોર, PPE કીટ પહેરી તફડાવ્યાં 13 કરોડના સોના-ચાંદીના ઘરેણાં

Follow us on

ચોર ચોરી કરવા માટે અવનવી પદ્ધતિ અપનાવતા હોય છે અને ચોરી કર્યા બાદ પોતે પકડાય નહીં તેના ભયના કારણે ચોરીના સ્થળે કોઈ નિશાન છૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખતા હોય છે, આમ છતાં એ પોલીસ પકડથી દૂર ભાગી શકતા નથી. ક્યારેક ચોરીની એવી ઘટના સામે આવે છે કે આપણે વિચારમાં પડી જઈએ કે ચોર ચોરીને અંજામ આપવા કેવા કેવા પ્રયોગો કરે છે અને ચોરી કરવામાં સફળ થાય છે. દિલ્હીમાં આવો જ એક ચાલાક ચોર પકડાયો છે, જેણે PPE કીટ પહેરી કરોડોની ચોરી કરી છે.

 

13 કરોડના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી

દિલ્હીના કલકાજી વિસ્તારમાં એક ચોરે રૂ. 13 કરોડના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી છે. આ કોઈ સામાન્ય ચોરીની ઘટના નથી. ચોરે પોતાની ઓળખ છુપાવવા માટે PPE કીટ પહેરી હતી, જે આરોગ્ય કર્મચારીઓ કોરોનાથી બચવા માટે પહેરે છે. આ ચોર આ જ વિસ્તારનો રહેવાસી હતો. તેણે કરેલી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. PPE કીટ પહેરી ચોરી કરવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

ભાગવા જતાં ઝડપાયો પોલીસના હાથે

દિલ્હીના આ શાતિર દિમાગ ચોરે મહા મહેનતે PPE કીટ પહેરી ચોરી તો કરી પરંતુ ચોરી કર્યા બાદ ભાગવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયો. પોલીસ તેની તપાસ કરતાં તેની પાસેથી અંદાજે 25 કિલોગ્રામ વજનના સોના-ચાંદીના ઘરેણાં મળ્યાં, જેની કિંમત અંદાજિત 13 કરોડ રૂપિયા થાય છે. પોલીસ પૂછપરછ કરતાં આ ચોરે ચોરીની સમગ્ર ઘટના વર્ણવી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

 

સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચોરીની સમગ્ર ઘટના

દિલ્હીના આ ચાલક ચોરે PPE કીટ પહેરી ચોરી કરી. તેણે કરેલી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. PPE કીટ પહેરી ચોરી કરવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેના પર અવનવી રમૂજ અને કોમેન્ટ કરી રહ્યાં છે, જુઓ આ વીડિયો.

 

આ પણ વાંચો: Good News: કોરોના કેસમાં નોંધાયો ઘટાડો, નવા આંકડાઓએ આપી રાહત

Next Video