Delhi Lockdown: દિલ્લીમાં કોરોનાની સ્થિતિ યથાવત, લૉકડાઉન વધારવાને લઇને થઇ શકે છે જાહેરાત

|

Apr 25, 2021 | 11:41 AM

દિલ્લીમાં પોઝિટીવ રેટ 32 ટકાથી પણ વધુ છે. ઓક્સિજન અને બેડની અછત વચ્ચે સરકાર પાસે લૉકડાઉન વધારવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.

Delhi Lockdown: દિલ્લીમાં કોરોનાની સ્થિતિ યથાવત, લૉકડાઉન વધારવાને લઇને થઇ શકે છે જાહેરાત
ફાઇલ ફોટો

Follow us on

Delhi Lockdown: રાજધાની દિલ્લીમાં કોરોનાની સ્થિતી યથાવત છે જેને કારણે દિલ્લી સરકાર લૉકડાઉનને હજી એક અઠવાડિયા માટે વધારી શકે છે. સૂત્રો પ્રમાણે દિલ્લીની કેજરીવાલ સરકાર લૉકડાઉનને વધારવા પર વિચાર કરી રહી છે. આજે એટલે કે રવિવારે આ વિશે નવી જાહેરાત થઇ શકે છે

તમને જણાવી દઇએ કે દિલ્લીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેને લઇને હાલાત ગંભીર બની ગઇ છે. ઓક્સિજનની સખત અછત વચ્ચે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. દિલ્લીમાં પોઝિટીવ રેટ 32 ટકાથી પણ વધુ છે એટલે ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડની અછત વચ્ચે સરકાર પાસે લૉકડાઉન વધારવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. આની પહેલા 19 એપ્રિલે દિલ્લીમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ અને 26 એપ્રિલ સુધી લૉકડાઉનની અવધી છે તેવામાં દિલ્લી સરકાર આજે લૉકડાઉન લંબાવાને લઇને જાહેરાત કરી શકે છે

દિલ્લીમાં ગત રોજ કોરોનાના નવા 24,103 કેસ નોંધાયા છે. અને છેલ્લા 24 કલાકમાં દિલ્લીમાં 357 જેટલા મૃત્યુ થયા છે જે હમણાં સુધીનો સૌથી મોટો આંકડો છે. સાથે જ દિલ્લીમાં કોરોના પોઝિટીવ કેસોનો દર પણ 32.7 ટકા થઇ ગયો છે. હાલમાં રાજધાની દિલ્લીમાં 93,080 જેટલા દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

દિલ્લી સરકારનું કહેવું હતુ કે અઠવાડિયાના લૉકડાઉન બાદ કોરોનાના કેસમાં ઘટાડો થશે અને સ્વાસ્થ્ય સંસાધનોને તૈયાર કરવાનો સમય મળશે પરંતુ લૉકડાઉન બાદ પણ રાજધાનીમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો નથી.

ગતરોજ અરવિંદ કેજરીવાલે બધા રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખીને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા માટે અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ પત્ર લખીને અનુરોધ કર્યો છે કે જો તેમની પાસે વધારે ઓક્સિજન હોય તો તે દિલ્લીની મદદ કરે. પાછલા કેટલા દિવસ દરમિયાન કોરોના કેસમાં થયેલા વધારાને કારણે હોસ્પિટલોની હાલત કફોડી બની છે અને ઓક્સિજનની કિલ્લત ઉભી થઇ છે. સીએમ કેજરીવાલે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર તેમની મદદ કરી રહી છે પરંતુ હાલત એવી બની છે કે મદદ પર્યાપ્ત નથી

છેલ્લા 4 દિવસની અંદર દિલ્લીની બે હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 32 જેટલા દર્દીઓનું મોત થઇ ચૂક્યુ છે. દિલ્લીની હોસ્પિટલો ટ્વીટ કરીને જાણ કરી રહી છે કે તેમની પાસે કેટલા કલાકનો ઓક્સિજન બચ્યો છે. ઓક્સિજનની અછત જોતા કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઓક્સિજનની સપ્લાય પણ વધારી છે

Published On - 11:40 am, Sun, 25 April 21

Next Article