એલોપેથી વિવાદ : બાબા રામદેવને દિલ્હી હાઈકોર્ટે નોટીસ ફટકારી, 4 અઠવાડિયામાં સોગંધનામું રજૂ કરવા આદેશ આપ્યો

|

Oct 27, 2021 | 4:57 PM

ડોકટરોના સંગઠને બાબા રામદેવ પર કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે એલોપેથી વિશે કથિત રીતે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

એલોપેથી વિવાદ : બાબા રામદેવને દિલ્હી હાઈકોર્ટે નોટીસ ફટકારી, 4 અઠવાડિયામાં સોગંધનામું રજૂ કરવા આદેશ આપ્યો
Delhi high court issues summons to yoga guru ramdev in suit by doctors over misinformation against allopathy

Follow us on

DELHI : એલોપેથી ( allopathy)અંગે વાંધાજનક નિવેદન આપવા બદલ દિલ્હી હાઈકોર્ટ )Delhi high court) બુધવારે યોગ ગુરુ રામદેવ (Baba Ramdev) વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે. કોર્ટે બાબા રામદેવને 4 અઠવાડિયાની અંદર સોગંધનામું દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે રામદેવે નિવેદનો વિરુદ્ધ નોંધાયેલા કેસનો સામનો કરવો પડશે.

ડોકટરોના સંગઠને બાબા રામદેવ પર કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે એલોપેથી વિશે કથિત રીતે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમના વિવાદાસ્પદ નિવેદન સામે એસોસિએશને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં આરોપ છે કે તેમણે એલોપેથીને ખોટી રીતે લોકોની સામે રજૂ કરી હતી.

જસ્ટિસ હરિશંકરે રામદેવના વકીલ રાજીવ નાયરને કહ્યું, “મેં બાબા રામદેવની વીડિયો ક્લિપ જોઈ છે. વિડિયો ક્લિપ જોઈને લાગે છે કે તમારા અસીલ એલોપેથી સારવાર પ્રોટોકોલની મજાક ઉડાવી રહ્યા છે. તેમણે લોકોને સ્ટીરોઈડની સલાહ આપવાની અને હોસ્પિટલ જવાની પણ મજાક ઉડાવી છે. ક્લિપ જોઈને ચોક્કસપણે દાવો દાખલ કરવાનો મામલો છે.”

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વરિષ્ઠ વકીલ નાયરે જણાવ્યું હતું કે તેમને આ કેસમાં સમન્સ જાહેર કરવા સામે કોઈ વાંધો નથી, પરંતુ તેમણે આરોપોનો વિરોધ કર્યો હતો. નાયરે કોર્ટને વિનંતી કરી કે, “આ દાવાના ત્રણ ભાગ છે. કોરોનિલ, બદનક્ષી અને રસીકરણ સામે મૂંઝવણ. કોર્ટ માત્ર બદનક્ષીના કેસમાં જ નોટિસ આપી શકે છે.” જજે કહ્યું, “હું કોઈ આદેશ જાહેર કરી રહ્યો નથી. તમે તમારું લેખિત નિવેદન ફાઇલ કરો. કહો કે કોઈ કેસ બનતો નથી.”

ડોકટરોના સંગઠને રામદેવ પર કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે એલોપેથી વિશે કથિત રીતે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમના વિવાદાસ્પદ નિવેદન સામે એસોસિએશને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં આરોપ છે કે તેણે એલોપેથીને ખોટી રીતે લોકોની સામે રજૂ કરી હતી.

નોંધનીય છે કે યોગ ગુરુ રામદેવના કથિત નિવેદનના કારણે દેશમાં એલોપેથીની સામે આયુર્વેદની ચર્ચા શરૂ થઈ હતી. જો કે, તત્કાલીન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને ટિપ્પણીને “અયોગ્ય” ગણાવી અને એક પત્ર લખ્યા પછી રામદેવે 23 મેના રોજ તેમનું નિવેદન પાછું ખેંચ્યું હતું.

આ પણ વાંચો : દિવાળી આવતા જ ફરી ગ્રીન ફટાકડાની ચર્ચા શરૂ થઇ, જાણો કેવા હોય છે આ ગ્રીન ફટાકડા

 

Published On - 4:24 pm, Wed, 27 October 21

Next Article