Delhi: ખેડૂતોનું આજે દેશભરમાં ચક્કાજામ, બપોરે 12 થી 3 વાગ્યા સુધી ખેડૂતો કરશે ચક્કાજામ

|

Feb 06, 2021 | 9:18 AM

કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો આજે દેશભરમાં ચક્કાજામ કરશે. સંયુક્ત કિસાન મોરચાએ આ જાહેરાત કરી છે. આજે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી એમ 3 કલાક ખેડૂતો દેશના તમામ નેશનલ અને સ્ટેટ હાઇવેને બપોરે 12થી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરશે.

Delhi: ખેડૂતોનું આજે દેશભરમાં ચક્કાજામ, બપોરે 12 થી 3 વાગ્યા સુધી ખેડૂતો કરશે ચક્કાજામ
File Photo

Follow us on

કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો આજે દેશભરમાં ચક્કાજામ કરશે. સંયુક્ત કિસાન મોરચાએ આ જાહેરાત કરી છે. આજે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી એમ 3 કલાક ખેડૂતો દેશના તમામ નેશનલ અને સ્ટેટ હાઇવેને બપોરે 12થી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરશે. ખેડૂત નેતાઓ તરફથી દિલ્લી-NCRમાં ચક્કાજામ ન કરવાની વાત કરી છે. જો કે, ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, અમે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં રોડ જામ નહીં કરીએ. અહીંના જિલ્લામાં આધિકારીઓને એક આવેદન પત્ર સોંપવામાં આવશે.

ખેડૂતોના ચક્કાજામને ધ્યાનમાં રાખી દિલ્લીની સરહદો પર અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. દિલ્લી પોલીસ સાથે પેરામિલિટ્રી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે, તો દિલ્હી-NCRમાં CRPFની 31 બટાલિયની તૈનાતીને 2 સુધી લંબાવી દીધી છે. દિલ્હમાં ગોઠવવામાં આવેલ CRPFની તમામ યુનિટ્સને કહેવામાં આવ્યું છે કે તેઓ તેઓ પોતાની બસો પર લોખંડની જાળીઓ લગાવી દે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આંદોલનને મજબૂતી આપવા માટે આજથી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ખેડૂત પંચાયતોની સિરીઝ શરૂ થઈ ગઈ છે, જે ફેબ્રુઆરીના અંત સુધી ચાલશે. તેનું આયોજન રાષ્ટ્રીય લોક દળ તરફથી કરવામાં આવી રહ્યું છે.

Next Article