DELHI : વર્ષ 2018માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ અંશુ પ્રકાશ (Chief Secretary Anshu Prakash) પર કથિત હુમલાના કેસમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હીની એક કોર્ટે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય AAP ધારાસભ્યોને 2018માં તત્કાલિન દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ પર કથિત રીતે હુમલો કરવાના કેસમાં આરોપ મુક્ત કરવાને પડકારતી નોટિસ જાહેર કરી છે.
આ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના 2 ધારાસભ્યો સામે આરોપો ઘડ્યા હતા, જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત AAPના 9 ધારાસભ્યોને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને AAP ધારાસભ્ય પ્રકાશ જરવાલ વિરુદ્ધ આરોપો ઘડ્યા છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત અન્ય અનેક આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
1 નવેમ્બરને સોમવારે સુનાવણી દરમિયાન સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલ (Geetanjli Goel)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય નવ લોકોને 11 ઓગસ્ટના રોજ રાજકારણીઓને નિર્દોષ છોડી મુકવાના આદેશને પડકારતી અરજી પર નોટિસ જાહેર કરી હતી.
કોર્ટે એમ પણ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા, ધારાસભ્યો રાજેશ ઋષિ, નીતિન ત્યાગી, પ્રવીણ કુમાર, અજય દત્ત, સંજીવ ઝા, ઋતુરાજ ગોવિંદ, રાજેશ ગુપ્તા, મદનલાલ અને દિનેશ મોહનિયા 23 નવેમ્બર સુધીમાં તેમના જવાબ રજૂ કરે. આરોપીઓ ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને પ્રકાશ જરવાલને આરોપ ઘડવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયાએ કહ્યું, દેશમાં 78 ટકા લોકોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
આ પણ વાંચો : AHMEDABAD : ફરી ધમધમશે જૂની VS હોસ્પિટલ, 13 સુપર સ્પેશ્યાલિટી OPD શરૂ