Breaking News: દિલ્હીની એક અદાલતે લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને જામીન આપવાનો કર્યો ઇનકાર

|

Mar 31, 2023 | 5:01 PM

દિલ્હીની એક અદાલતે શુક્રવારે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને વર્ષ 2021-22 માટે આબકારી નીતિના અમલીકરણમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

Breaking News: દિલ્હીની એક અદાલતે લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને જામીન આપવાનો કર્યો ઇનકાર
Manish Sisodia

Follow us on

દિલ્હીના દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને હાલ જેલમાં જ રહેવું પડશે. મનીષ સિસોદિયાએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ (CBI) એમકે નાગપાલે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે.

આ પણ વાંચો: West Bengal: હાવડામાં થયેલા પથ્થરમારા પર મમતા બેનર્જીનું નિવેદન, કહ્યું- હિંસા પાછળ ભાજપનો હાથ, પોલીસે 38 લોકોની કરી ધરપકડ

દિલ્હીની એક અદાલતે શુક્રવારે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને વર્ષ 2021-22 માટે આબકારી નીતિના અમલીકરણમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સીબીઆઈ અને ઈડી દ્વારા નોંધાયેલા કેસમાં સિસોદિયા હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે સીબીઆઈ કેસમાં સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો સંભળાવ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ મનીષ સિસોદિયા હવે દિલ્હી હાઈકોર્ટમાં જશે. મનીષ સિસોદિયા હવે દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી ફગાવવાના રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને પડકારશે. મનીષ સિસોદિયા હવે જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં જશે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના ડેપ્યુટી સીએમ રહેલા મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મનીષ સિસોદિયાની સીબીઆઈએ દિલ્હીના દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરી હતી. જ્યારે દિલ્હીમાં નવી દારૂની નીતિ લાગુ કરવામાં આવી ત્યારે મનીષ સિસોદિયા એક્સાઇઝ વિભાગનો હવાલો પણ સંભાળતા હતા.

શું છે દારૂ કૌભાંડ, જેમાં બંધ છે સિસોદિયા

મનીષ સિસોદિયા જે દારૂ કૌભાંડમાં બંધ છે તે દિલ્હી સરકારની નવી દારૂ નીતિ સાથે સંબંધિત છે. દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ નીતિના અમલ પછી, દિલ્હી સરકારે આવકમાં વધારાની સાથે માફિયા શાસનનો અંત લાવવાની દલીલ કરી હતી, પરંતુ થયુ ઊલટું. દિલ્હી સરકારને આવકમાં નુકસાન થયું.

જુલાઈ 2022 માં, દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને એક રિપોર્ટ સોંપ્યો હતો જેમાં મનીષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એલજીએ આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી હતી. એલજીની ભલામણ બાદ સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.

આ કેસમાં મનીષ સિસોદિયા સહિત 15 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. 22 ઓગસ્ટે EDએ એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો. લગભગ છ મહિનાની તપાસ બાદ સીબીઆઈએ ફેબ્રુઆરી મહિનામાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ત્યારથી મનીષ સિસોદિયા જેલના સળિયા પાછળ છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 4:10 pm, Fri, 31 March 23

Next Article