Delhi Blast: ઇઝરાયેલ દુતાવાસ પાસે બ્લાસ્ટમાં બે ઈરાની નાગરિકોની પૂછપરછ

|

Jan 30, 2021 | 7:31 PM

DELHIમાં જે ઈરાની નાગરીકોના વિઝા પુરા થઇ ગયા છે છતાં પણ દેશમાં રોકાયેલા છે તેમનો FRRO ડેટા કાઢીને તપાસ કરવામાં આવી રહી છે.

DELHIમાં ઇઝરાયેલ દુતાવાસ પાસે થયેલા IED બ્લાસ્ટ મામલે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ સાથે જ દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. આ બ્લાસ્ટમાં દિલ્હી પોલીસે બે ઈરાની નાગરીકોની શકમંદ તરીકે ધરપકડ કરી છે અને બ્લાસ્ટના દિવસે તેમની ગતિવિધિઓ અંગે પુછપરછ કરવામાં આવી છે. આ સાથે જ દિલ્હી પોલીસ દિલ્હીમાં રહેતા ઈરાની નાગરીકોને શોધી રહી છે. જે ઈરાની નાગરીકોના વિઝા પુરા થઇ ગયા છે છતાં પણ દેશમાં રોકાયેલા છે તેમનો FRRO ડેટા કાઢીને તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં ઈઝરાયેલ દુતાવાસ પાસેના IED બ્લાસ્ટના તાર ઈરાન સાથે જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. IED બ્લાસ્ટની તપાસમાં સુરક્ષા એજન્સીઓને ઘટના સ્થળ પર એક કવર મળ્યું છે. આ કવરમાં ઈઝરાયેલ દુતાવાસના અધિકારીઓને સંબોધીને એક ધમકીભર્યો પત્ર લખવામાં આવ્યો છે જેમાં ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિક મોહસીન ફખરીજાહેદ અને જનરલ કાસીમ સુલેમાનીના નામ પણ લખવામાં આવ્યા છે. ઈરાન ઘણીવાર આ બંનેની હત્યાનો બદલો લેવાની વાત કરી ચુક્યું છે. જેને લઈને આ ઘટના સાથે દિલ્હીમાં રહેતા ઈરાની નાગરીકોની સંડોવણી હોવાની સંભાવના વધી રહી છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ઘટનાસ્થળેથી એક પોલીથીન કોથળી અને એક કપડું અડધું બળેલું મળ્યું છે. ફોરેન્સિકની ટીમ આ બંને વસ્તુઓની તપાસ કરી રહી છે અને તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે કે આ બંને વસ્તુઓ બ્લાસ્ટની ઘટના સાથે સંકળાયેલી છે કે નહિ.

 

Next Video